GSTV

WhatsAppએ યુઝર્સને આપી દિવાલી ગિફ્ટ! લોન્ચ કર્યા આ 3 ધાંસૂ ફીચર્સ, જોઇને તમે પણ ખુશ થઇ જશો

WhatsApp

Last Updated on November 3, 2021 by Bansari

લોકપ્રિય મેસેજિંગ એપ, Whatsapp સમય સમય પર ઘણા નવા ફીચર્સ લોન્ચ કરતું રહે છે, જેના કારણે તેની લોકપ્રિયતા જળવાઈ રહે છે. તમને ખબર જ હશે કે Whatsapp કોમ્પ્યુટર કે લેપટોપ પર પણ વાપરી શકાય છે. તાજેતરમાં જ વોટ્સએપએ તેના વેબ વર્ઝન માટે ત્રણ ખાસ ફીચર્સ લોન્ચ કર્યા છે, જે યુઝર્સને ખૂબ જ પસંદ છે. ચાલો જાણીએ આ નવા ફિચર્સ વિશે.

whatsapp

હવે WhatsAppના વેબ વર્ઝનમાં ફોટો એડિટ કરી શકશો

વોટ્સએપએ હાલમાં જ જે અપડેટ જારી કર્યુ છે તે પછી હવે Whatsapp વેબ વર્ઝનના યુઝર્સ પણ પોતાના ફોટો એડિટ કરી શકશે. તમને જણાવી દઈએ કે પહેલા જો તમે WhatsAppના વેબ વર્ઝન પર કોઈને ફોટો મોકલતા હતા, તો તે ફોટો એડિટ કરવાનો કોઈ ઓપ્શન નહોતો. આ કરવા માટે, તમારે તમારા સ્માર્ટફોનમાં WhatsApp ખોલીને એડિટિંગ કરવાનું હતું. હવે વોટ્સએપના વેબ વર્ઝનમાં મીડિયા એડિટર ફીચર પણ આપવામાં આવ્યું છે.

Whatsapp

ચેટ કરતી વખતે મળશે સ્ટીકર સજેશન

વોટ્સએપએ ઘણા સમય પહેલા ઈમોજીની સાથે સ્ટીકરનો ઓપ્શન આપ્યો હતો, જેનો ઘણો ઉપયોગ થાય છે. આજના સમયમાં Whatsapp પર ઘણા મિત્રો વચ્ચે સ્ટીકર ફાઈટ પણ થાય છે અને લોકો તેમને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે. હવે જ્યારે તમે વોટ્સએપના વેબ વર્ઝન પર કોઈની સાથે ચેટ કરો છો, ત્યારે તમને તમારી ચેટ અનુસાર સ્ટીકરોના સજેશન મળશે, જેથી તમારે યોગ્ય સ્ટીકરો શોધવાની જરૂર રહેશે નહીં અને તમારા શબ્દો અનુસાર તમને સ્ટીકરોની ચોઇસ આપવામાં આવશે.

WhatsApp

હવે તમે ડિટેલમાં જોઈ શકશો લિંક્સ

આ અપડેટ પહેલા, જ્યારે WhatsAppના વેબ વર્ઝન પર કોઈ લિંક શેર કરવામાં આવી હતી, ત્યારે તેની સંપૂર્ણ માહિતી લખવામાં આવતી ન હતી અને લિંકનો એક નાનો ભાગ જ દેખાતો હતો. આ ફેરફારોમાં, એવું પણ જોવામાં આવ્યું છે કે લિંક્સનું પ્રીવ્યુ હવે મોટું કરવામાં આવ્યું છે અને તે હવે WhatsApp પર ડિટેલમાં જોઈ શકાય છે. તો આ ત્રણ બદલાવો છે જે વોટ્સએપના વેબ વર્ઝન માટે લોન્ચ કરવામાં આવ્યા છે. તેના વિશે જાણીને ખૂબ જ ખુશ છે અને તેઓ આ ફેરફારોની ખૂબ રાહ જોઈ રહ્યા હતા. તમે પણ યુઝ કરીને જુઓ કે તમને WhatsAppના આ નવા તમને ફીચર્સ કેવા લાગ્યા.

Read Also

Related posts

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ત્રિમાસિક પરિણામ જાહેર, કંપનીનો નફો 38 ટકા વધી વિક્રમી રૂ 17703 કરોડ

Damini Patel

અમદાવાદમાં કોરોના વિસ્ફોટ/ બોપલ-વેજલપુર સહિત આ વિસ્તારોમાં ગયાં તો કોરોના સાથે લઇને આવશો, એક સાથે આ 18 સ્થળોને માઇક્રોકન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા

Bansari

અમેરિકા-કેનેડાની સરહદે કાતિલ ઠંડીમાં થીજી જતાં ચાર ભારતીયોનાં મોત, ઘૂસણખોરી કરવાના પ્રયાસ કરી રહ્યા હતા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!