GSTV

સાવધાન / શું તમને પણ WhatsApp પર આવ્યો KBCનો મેસેજ? તરત કરો આ કામ નહીંતર અકાઉન્ટ થઈ જશે ખાલી

KBC

Last Updated on December 20, 2021 by GSTV Web Desk

તાજેતરમાં જ સોશિયલ નેટવર્કિંગ અને મેસેજિંગ એપ્લિકેશન WhatsApp એ વિશ્વના સૌથી લોકપ્રિય પ્લેટફોર્મ્સમાંનું એક છે. આ એપ જેટલી સુવિધાજનક છે એટલી જ ખતરનાક પણ બની રહી છે. સાયબરના વધતા જતા કેસો પર નજર રાખવામાં આવી રહી છે ત્યારે ઘણા સ્કેમર્સ વોટ્સએપને સાયબર ચોરીનું માધ્યમ બનાવી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. તાજેતરમાં એક નવું WhatsApp KBC સ્કેમ સામે આવ્યું છે જેમાં ચોર લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિના નામે લોકોને છેતરીને તેમના ખાતામાંથી લાખો રૂપિયાની ચોરી કરી રહ્યા છે. આવો જાણીએ આ સ્કેમ વિશે.

KBC

શું છે વોટ્સએપનો KBC સ્કેમ?

વોટ્સએપ પર એક નવું સ્કેમ ચાલી રહ્યું છે જેનું નામ કૌન બનેગા કરોડપતિ (KBC) સ્કેમ છે. આ સ્કેમમાં વોટ્સએપ યુઝર્સને ‘KBC’ની ટીમ તરફથી એક મેસેજ મળે છે, જે મુજબ તેમણે લકી ડ્રોમાં 25 લાખ રૂપિયાનું ઇનામ જીત્યું છે. મેસેજમાં એક લિંક પણ આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આ લિંક પર ક્લિક કરીને યુઝર સીધો KBC ઓફિસ સાથે કનેક્ટ થઈ શકશે અને પછી પોતાના પ્રાઈઝનો દાવો કરી શકશે.

તમને પણ આવ્યો છે આ મેસેજ

જો તમે વિચારી રહ્યા હોવ કે તમને ક્યા પ્રકારનો મેસેજ મળી શકે છે, તો અમે તમને જણાવી દઈએ કે તમને ‘KBC ટીમ’ તરફથી તમારા વોટ્સએપ પર એક મેસેજ આવશે, જેમાં લખેલું હશે, “હેલો, હું કૌન બનેગા કરોડપતિ, મુંબઈથી વિજય કુમાર બોલી રહ્યો છું. તમારું નામ કેબીસીની સિમ કાર્ડ લકી ડ્રો કોમ્પિટિશન 2021માં આવ્યું છે અને તમને 25 લાખ રૂપિયાનું રોકડ ઇનામ મળ્યું છે.” આ મેસેજમાં અંતમાં એક લિંક આપવામાં આવી છે જેના માટે કહેવામાં આવ્યું છે કે જો તમે આ લિંક પર ક્લિક કરશો તો તમે સીધા KBC ઓફિસ સાથે વાત કરી શકશો અને તમારા કેશ પ્રાઈઝનો ક્લેમ કરી શકશો.

લિંક પર ક્લિક કરવાથી શું થાય છે?

જો તમને આવો મેસેજ મળે છે અને તમે તેમાં આપેલી લિંક પર ક્લિક કરો છો અને તમે કોઈની સાથે વાત કરો છો, તો તે લોકો, જે ખરેખર ચોર છે, તમને કેટલાક ખોટા નિયમો સમજાવીને તમારા અકાઉન્ટની વિગતો લઈ લે છે અને આ રીતે તેઓ તમારા અકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડવામાં સફળ થાય છે.

KBC

સાયબર સેલનું એમ પણ કહેવું છે કે આવા મેસેજ માત્ર છેતરપિંડી છે, તેથી તેમાં ફસાઈ જશો નહીં અને જો આવો કોઈ મેસેજ આવે તો બે વાર વિચાર કરો અને પછી જ કોઈ પગલા લો.

READ ALSO

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મહિન્દ્રાએ હીરો ઈલેક્ટ્રિક સાથે કરી ભાગીદારી, એક વર્ષમાં કરશે 10 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન

Vishvesh Dave

સુરત / છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસોમાં આવ્યો મોટો ઉછાળો, વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા થઈ રહ્યા છે સંક્રમિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!