GSTV
Home » News » Whatsapp તમારી પેમેન્ટ ડિટેઇલ્સ Facebook સાથે કરે છે Share

Whatsapp તમારી પેમેન્ટ ડિટેઇલ્સ Facebook સાથે કરે છે Share

ભારતના ડિજિટલ પેમેન્ટ માર્કેટમાં Whatsappએ તાજેતરમાં જ પ્રવેશ કર્યો છે. આ વચ્ચે કંપનીએ જાણકારી આપી છે કે તે ગ્રાહકોનો પેમેન્ટ ડેટા પોતાની પેરેન્ટ કંપની ફેસબુક સાથે શેર કરી શકે છે. આ જાણકારી ત્યારે સામે આવી છે જ્યારે ફેસબુક પર ડેટા લીક અંગે સવાલો ઉભા થઇ રહ્યાં છે.

યૂનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ પ્લેટફોર્મ પર બેસ્ડ Whatsapp પેમેન્ટ સર્વિસનું લૉન્ચિંગ ફેબ્રુઆરીમાં થયું હતુ. તેને ટ્રાયલ તરીકે પસંદગીના યુઝર્સ માટે લૉન્ચ કરવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં તેને તમામ યુઝર્સ માટે લૉન્ચ કરી દેવામાં આવશે.

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપે પોતાની પ્રાઇવસી પોલીસીમાં લખ્યું છે કે કંપની પેમેન્ટ્સ પ્રાઇવસી પોલીસી હેઠળ એકઠી કરાતી માહિતી થર્ડ પાર્ટી સર્વિસ પ્રોવાઇડર્સને શેર કરી શકે છે. જેમાં ફેસબુકનો પણ સમાવેશ થાય છે. કંપનીનું કહેવું છે કે તે માહિતી એટલા માટે શેર કરે છે જેથી તે પેમેન્ટ ઓપરેશન્સમાં સુધાર લાવી શકે.

પ્રાઇવસી પોલીસીમાં તેમ પણ જણાવવામાં આવ્યું છે કે જે જાણકારી થર્ડ પાર્ટી સર્વિસીઝ સાથે શેર કરવામાં આવે છે તેમાં તમારો મોબાઇલ નંબર, રજીસ્ટ્રેશન ઇન્ફોર્મેશન, ડિવાઇસ આઇડેન્ટીફાયર, વર્ચુઅલ પેમેન્ટ એડ્રેસ અને સેન્ડરનો UPI પિન અને પેમેન્ટ અમાઉન્ટ સામેલ છે.

અગાઉ ફેસબુકની માલિકીના વૉટ્સએપે તે અહેવાલોને નકારી કાઢ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે કંપની પર્સનલ ડિટેઇલ્સને ટ્રેક કરે છે. વૉટ્સએપે કહ્યું હતું કે તે ફક્ત થોડી જાણકારી એકઠી કરે છે અને દરેક મેસેજ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રીપ્ટેડ હોય છે.

વૉટ્સએપ તરફથી આ જવાબ તે અહેવાલો પર આવ્યો હતો જેમાં એક્સપર્ટ્સે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે એપ તેના દાવા જેટલી સુરક્ષિત ન પણ હોય.

Related posts

562 રજવાડાના એકત્રીકરણમાં મહત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતના આ રાજાને ભારતરત્ન આપવાની માંગ

Nilesh Jethva

ખાણીપીણીના શોખીન અમદાવાદીઓ માટે ખુશખબર, ફેબ્રુઆરીથી ખુલી જશે હેપ્પી સ્ટ્રીટ ફૂડ પ્લાઝા

Nilesh Jethva

બાળકને સતત ઉધરસ આવતા કરાવ્યો સિટી સ્કેન, રીપોર્ટ જોઈને ડોક્ટરની પણ આંખો ફાટી ગઈ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!