GSTV

સુપર એપ બનવા જઇ રહ્યું છે Whatsapp: જલ્દી આવશે આ ધાંસૂ ફીચર, તમારા અનેક કામ બની જશે સરળ

whatsapp

Last Updated on September 17, 2021 by Bansari

શું WeChatની જેમ જ WhatsApp પણ સુપર એપ બનવાની રાહ પર છે? સુપર એપ એટલે કે કોઇ એવી એપ જ્યાંથી તમે ચેટિંગથી લઇને ઘણા કામ કરી શકો છો. તે જ આધારે WhatsApp માં એક ફીચર આપવામાં આવશે. WhatsApp થી પેમેન્ટ કરી શકાય છે, WhatsApp થી કોલિંગ કરી શકાય છે, WhatsApp પર બુકિંગ પણ કરી શકો છો. આવનારા સમયમાં તમે WhatsApp દ્વારા તે પણ જાણી શકશો કે તમારી આસપાસ નજીકમાં ક્યાં અને શું છે.

whatsapp

હકીકતમાં WhatsApp એક ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. તે અંતર્ગત યુઝર્સને WhatsApp પર જ લોકલ શોપ્સ અને સર્વિસ શોધવાનો ઓપ્શન મળી જશે. WhatsApp હેડ વિલ કેથકાર્ટે એક ટ્વીટ કર્યુ છે. WhatsApp પર કેટેગરી પ્રમાણે તમે સર્ચ કરી શકો છો. ઉદાહરણ તરીકે ગ્રોસરી સ્ટોર કે રેસ્ટોરન્ટ વિશે સર્ચ કરી શકાય છે.

જણાવી દઇએ કે WhatsApp આજકાલ બિઝનેસ ફીચર્સ પર પણ ઘણુ ફોકસ કરી રહ્યું છે. ગત વર્ષે WhatsApp એ કહ્યું હતું કે દુનિયાભરમાં 175 મિલિયન લોકો WhatsApp બિઝનેસ એકાઉન્ટ ડેઇલી યુઝ કરે છે.

whatsapp

આ એપ બિઝનેસ ડાયરેક્ટરી ફીચર હાલ ટેસ્ટિંગ ફેઝમાં છે. તેને બ્રાઝીલમાં ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે અને આવનારા સમયમાં કંપની ટેસ્ટિંગનો દાયરો વધારી શકે છે.

આ પોલીસી હકીકતમાં તે યુઝર્સ માટે હતી જે WhatsApp બિઝનેસ સાથે કમ્યુનિકેટ કરે છે. તેથી પછીથી WhatsApp એ આ સ્પષ્ટતા કરી છે કે તેનાથી એક સામાન્ય યુઝરને ફરક નહી પડે. જો કે પછીથી આ પોલીસીને ઓપ્શનલ બનાવી દેવામાં આવી.

Read Also

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!