GSTV
Gujarat Government Advertisement

હવે ઓટોમેટિક ડીલિટ થઈ જશે તમારા મેસેજ, WhatsApp લાવી રહ્યુ છે આ ફીચર

Last Updated on March 17, 2020 by Ankita Trada

WhatsApp એ હાલમાં જ પોતાના મોસ્ટ એવેટિડ ફીચર ડાર્ક મોડને લોન્ચ કર્યુ હતુ. લાંબા સમયથી લોકો આ ફીચરની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ ટેક સેવી લોકો એક ફીચરના આવ્યા બાદ તરત જ નવા ફીચર વિશે જાણવા માગે છે. એવામાં WhatsApp ના નવા ફીચરનો પણ ખુલાસો થઈ ગયો છે. WhatsApp એ કેટલાક બીટા યૂઝર્સ માટે ઓટો ડિલીટ ફીચરને લોન્ચ કર્યુ છે. જેથી હવે તમારા અંગત મેસેજને કોઈ વાંચી લેશે તેનો પણ ખતરો રહેશે નહી.

ચોક્કસ સમય બાદ ખુદ ડિલીટ થઈ જશે મેસેજ

Whatsapp ના આ નવા ફીચરને હાલમાં ઓટો ડિલિટના નામથી ઓળખવામાં આવી રહ્યુ છે. જે હેઠળ યૂઝર્સને મેસેજને ઓટો ડિલીટ કરવાની સુવિધા આપી છે. એનો મતલબ છે કે, તમારે મેસેદ માટે એક નિશ્વિત સમય પસંદ કરવો પડશે. ત્યારબાદ આ મેસેજ પોતાની રીતે જ ડિલીટ થઈ જશે. આ સુવિધા Whatsapp ના ગૃપ અને પર્સનલ ચેટ બંન્ને માટે આપવામા આવી રહી છે. જેમાં તમે એક કલાકથી લઈને 1 વર્ષ સુધીનો સમય પસંદ કરવાનો રહેશે. જે નિશ્વિત સમય બાદ મેસેજ પોતાની રીતે જ ડિલીટ થઈ જશે.

જાણો કેવી રીતે કરશે કામ

આ ફીચરને માત્ર બીટા યૂઝર્સ માટે જ લોન્ચ કરવામાં આવ્યુ છે. એવામા તમે અત્યારે આ ફીચરનો વપરાશ કરી શકશો નહી, પરંતુ જલ્દી જ આ ફીચરને લોન્ચ કરી દેવામાં આવશે. જો તમે આ ફીચરનો પ્રયોગ પર્સનલ ચેટ માટે કરી રહ્યા છો તો, તમારે તે વ્યક્તિની ચેટ પર જઈને ‘ડિલીટ મેસેજ’ વિકલ્પને ક્લિક કરવાનો રહેશે. જેના પર ક્લિક કર્યા બાદ તમને એક પોપ-અપ ખુલશે. જેમાં તમને પૂછવામાં આવશે કે, તમે મેસેજને કેટલા સમય બાદ ડીલિટ કરવા માગો છો. ત્યારે તમારે 1 કલાક, 1 દિવસ, 1 અઠવાડિયુ, 1 મહિના અને 1 વર્ષના એક વિકલ્પને પસંદ કરવાનો રહેશે. જો તમે મેસેજને ડિલિટ નથી કરવા માગતા તો, તમે આ ઓપ્શનને ઓફ પણ કરી શકો છો. બીજી તરફ ગૃપમાં પણ તમારે આ જ પ્રક્રિયા કરવાની રહેશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!