GSTV
Home » News » આવા Whatsapp Groupના મેમ્બર તો નથી ને? ચેક કરી લો નહીં તો ભરાશો

આવા Whatsapp Groupના મેમ્બર તો નથી ને? ચેક કરી લો નહીં તો ભરાશો

વૉટ્સએપ કથિત રીતે ખોટા કે ગેરકાયદેસર નામ વાળા ગ્રુપ્સ વિરુદ્ધ એક્શન લઇ રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર ફેસબુકની માલીકી વાળા વૉટ્સએપના યુઝર્સ પ્લેટફોર્મ પરથી બેન કરી દેવા અંગેની જાણકારી આપવામાં આવી રહી છે. કથિત રૂપે બેન તે લોકોને કરવામાં આવી રહ્યાં છે જે કોઇ ખોટા કે ગેરકાયદેસર નામ વાળા ગ્રુપનો હિસ્સો છે.

આવા બેનનો પહેલો કેસ Reddit પર ઉજાગર થયો જ્યાં Move 11 નામના યુઝરે વૉટ્સએપ દ્વારા બેન કરાયાની જાણકારી શેર કરી. પોસ્ટમાં Mowe11એ જણાવ્યું કે ગ્રુપના એક મેંબરે યુનિવર્સિટીના ગ્રુપનું નામ બદલીને કોઇ ગેરકાયદેસર નામ રાખી દીધું. પોસ્ટ અનુસાર આ જ આખા ગ્રુપને જ બેન કરી દેવા પાછળનું કારણ હતુ. પોસ્ટમાં જણાવ્યું કે મેંબરે આવું ત્રીજી વાર કર્યુ હતુ.

આ જ રીતે FranciscoAlfaro નામના યુઝરે જણાવ્યું કે તે 100 મેંબર્સ વાળા પોતાના સ્કૂલના એક ગ્રુપમાં હતો. યુઝરનો દાવો છે કે તમામ મેંબર્સને કોઇ કારણ વિના જ બેન કરી દેવામાં આવ્યાં.

PiTiXX નામના યુઝરે દાવો કર્યો છે કે તેના મિત્રએ કોઇ ગ્રુપનું નામ બદલીને કોઇ ખોટુ નામ આપી દીધું. તેથી તેનું વૉટ્સએપ બેન કરી દેવામાં આવ્યુ.

એક અહેવાલ અનુસાર, આવા કેસમાં તમામ યુઝર્સના એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. એક અજ્ઞાત યુઝરનું ટ્વિટ પણ ચર્ચામાં છે જેણે દાવો કર્યો છે કે વૉટ્સએપે તેને એટલા માટે બેન કર્યો કારણ કે તે કોઇ ખોટા કે ગેરકાયદેસર નામ વાળા ગ્રુપનો મેંબર હતો.

જ્યારે યુઝર્સે આ અંગે વૉટ્સએપનો સંપર્ક સાધ્યો તો તેમને એક ઑટોમેટિક રિપ્લાય મળ્યો. ઑટોમેટિક રિપ્લાયમાં કહેવામાં આવ્યું તે આ યુઝર્સે વૉટ્સએપની સેવાની શરતોનું ઉલ્લંઘન કર્યુ છે અને તે ફરીથી રિપ્લાય નહી કરે. તેવામાં સમજી શકાય કે હવે યુઝર્સ કંઇ કરી શકે તેમ નથી અને તેમને બીજી કોઇ મદદ મળે તેમ પણ નથી.

બેન કરવામાં આવેલા યુઝર્સ દાવો કરી રહ્યાં છે કે તેઓ તેમનો ફોન નંબર બદલવા માટે મજબૂર થઇ ગયાં છે અને તેઓ તેમની ચેટ હિસ્ટ્રી પણ ગુમાવી ચુક્યાં છે. આ પ્રકારના બેનથી તે સ્પષ્ટ છે કે કંપની ગ્રુપ્સ દ્વારા અનેક મેંબર્સ સુધી ખોટી જાણકારી ફેલાતી રોકવા માટે આ પગલું લઇ રહી છે.

Read Also

Related posts

અમદાવાદના ચકચારી હિટ એન઼્ડ રન કેસમાં આજે આવી શકે છે ચુકાદો

Nilesh Jethva

જુઓ આ વીડિયો, મોદીએ જ ભાજપના અમિત શાહની ખોલી દીધી પોલ, 25 વર્ષ પહેલાં….

Karan

આ કારણે સિદ્ધાર્થ અને અસીમ રિયાઝ લડી રહ્યાં છે, વિંદૂ દારા સિંહે જણાવ્યું કારણ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!