ગ્રુપ કૉલિંગ કરવું બનશે સરળ, Whatsappમાં આવ્યું આ નવું ફિચર

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપમાં કેટલાંક સમય પહેલાં ગ્રુપ વીડિયો કૉલિંગની શરૂઆત થઇ હતી. વીડિયો કૉલમાં લોકોને જોડવાની પ્રક્રિયા થોડી લાંબી હતી પરંતુ હવે તેને સરળ બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.

વૉટ્સએપ એક નવા ફિચર પર કામ કરી રહ્યું છે જેમાં ગ્રુપ કૉલ માટે એક ડેડિકેટેડ બટન આપવામાં આવશે. તેમાં ગ્રુપમાં એક સમયે ત્રણ લોકો સાથે ચેટિંગ કરવાની સુવિધા મળશે. અગાઉ વૉટ્સએપમાં પહેલાં નૉર્મલ કૉલ કરવો પડતો હતો તે બાદ જ અન્ય લોકોને આ કૉલમાં જોડી શકાતા હતાં.

હવે આ નવા ફિચર દ્વરા ડાયરેક્ટ વીડિયો કૉલની શરૂઆત થશે. તેમાં વૉયસ કૉલ પણ શામેલ છે. એક રિપોર્ટ અનુસાર જૂના વર્ઝનમાં નૉર્મલ કૉલ બાદ ગ્રુપ કૉલ શરૂ કરી શકાતો હતો પરંતુ વૉટ્સએપના નવા ઇમ્પ્રુવમેન્ટ્સથી હવે ડાયરેક્ટ વીડિયો કૉલ કરી શકાશે.

રિપોર્ટ અનુસાર શરૂઆતમાં આ ફિચર iOS યુઝર્સ માટે આવશે અને તેની શરૂઆત આગામી અઠવાડિયે થશે. આ મહિનાના અંત સુધીમાં એન્ડ્રોઇડ યુઝર્સને પણ આ ફિચર આપવામાં આવી શકે છે.

યુઝર્સને આ ફિચર કરશે શર્મસાર

વ્હોટ્સએપે લોન્ચ કરેલ ફીચરની મદદથી યૂઝર્સ નોટિફિકેશન પેનલમાં જ વિડીયો જોઇ શકશે. જોકે આ ફિચર હમણા IOS બીટા યૂઝર માટે જાહેર કરવામાં આવ્યુ છે. એટલે જો વ્હોટ્સએપ પર કોઇ વિડિયો આવે છે તો તેને જોવા માટે યૂઝર્સ આઇડી અથવા ગ્રુપ ચેટમાં જઇને વીડીયો જોવાની જરુર નથી કારણકે નોટિફિકેશન પેનલમાં પણ વિડીયો જોઇ શકે છે.

વ્હોટઅપના આ નવા અપડેટ પછી, ઘણા લોકો સાથે અમુક સમયે શરમજનક થવાની ઘટના બની શકે છે. ઘણી વખત, પર્સનલ અને સંવેદનશીલ વિડિઓ આવે છે, જેને તમે કોઈને પણ શેર કરવા નથી માંગતા. પરંતુ આ સુવિધા પછી, વિડિઓને પ્રિવ્યુ તરીકે કેટલાક સમય માટે નોટિફિકેશન પેનલમાં વગાડવામાં આવશે. જો તમે નોટિફિકેશન ચાલુ રાખ્યું હોય તો પણ, વિડિઓ પ્રિવ્યુ લૉક સ્ક્રીન પર ટેપ કરીને પણ જોઈ શકશો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter