GSTV
Home » News » આ રીતે એક્ટિવેટ કરો Whatsappનું ફિંગર પ્રિન્ટ લૉક ફિચર, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

આ રીતે એક્ટિવેટ કરો Whatsappનું ફિંગર પ્રિન્ટ લૉક ફિચર, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

વૉટ્સએપે તમામ એન્ડ્રોઇડ વર્ઝન માટે પોતાનું લેટેસ્ટ ફિંગર પ્રિન્ટ લૉક ફિચર રોલ આઉટ કર્યુ છે. આ સેફ્ટી સાથે જોડાયેલુ ફિચર છે, જેની મદદથી તમારી વૉટ્સએપ ચેટ પહેલાં કરતાં વધુ સુરક્ષિત થઇ જશે. આ ફિચરને પ્રાઇવસી સેટિંગમાં જઇને એક્ટિવ કરવાનું છે.

આ ફિચરને એક્ટિવ કરવા માટે સૌથી પહેલાં વૉટ્સએપ સેટિંગમાં જાઓ. તે બાદ આ સ્ટેપ્લ ફોલો કરો.

Settings => Account => Privacy => Fingerprint lock => Immediately, After 1 minute, After 30 minute

આ સેટિંગ દરમિયાન એક વાર યુઝરને ફિંગરપ્રિન્ટ લગાવવાનું કહેવાં આવશે. આ ફિચર ફિંગરપ્રિન્ટ સ્કેનર અને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ બંને પર કાર કરે છે.

નોટિફિકેશન માટે પણ ઓપ્શન

જો યુઝર ઇચ્છે તો વૉટ્સએપ નોટિફિકેશનમાં દેખાતા મેસેજને પણ લોક કરી શકે છે. એટલે કે મેસેજને વૉટ્સએપ ઓપન કરીને જ વાંચી શકાશે. નોટિફિકેશન વિન્ડોમાં ફક્ત મેસેજની સંખ્યા જ જોવા મળશે.

સંપૂર્ણ રીતે સેફ થઇ જશે વૉટ્સએપ

ફિંગરપ્રિન્ટ લોકની ખાસ વાત એ છે કે આ તમારા વૉટ્સએપને સંપૂર્ણ રીતે સેફ કરી દેશે. એટલે કે આ એપને ફિંગરની મદદથી  ઓપન કરી શકાશે. તેમાં પેટર્ન, નંબર કે કોઇ અન્ય લૉક કામ નહી કરે.

Read Also

Related posts

જીવલેણ કોરોના વાયરસની ભારતમાં એન્ટ્રી ! જયપુરની હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દી ભર્તી

Nilesh Jethva

દેશની આ સ્ટાર પહેલવાને પદ્મ એવોર્ડની પસંદગી પર ચોંકાવનારા સવાલ ઉઠાવ્યા, જાણો તમામ વિગતો

pratik shah

અમિત શાહે કહ્યું, EVM નું બટન એટલા જોરથી દબાવો કે જેનો કરંટ શાહીન બાગની અંદર લાગે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!