GSTV
Gujarat Government Advertisement

WhatsAppના આ ત્રણ ફિચર્સનો ઉપયોગ કરી બચાવી શકો છો કિમતી સમય, જાણો તેના વિશે…

WhatsApp

Last Updated on April 13, 2021 by Dhruv Brahmbhatt

પોપ્યુલર એપ્લિકેશન વોટ્સએપ (WhatsApp)માં સતત નવા ફિચર્સ આવતા હોય છે. આજે તમને આ એપ્લિકેશનના કેટલાક એવા શાનદાર ફિચર્સ અંગે જણાવીશું, જેનો ઉપયોગ કરી તમારો ખાસ્સો સમય બચી શકે છે. આ ફિચર્સ પર્સનલ લાઇફથી લઇ પ્રોફેશનલ લાઇફ સુધી હિટ સાબિત થઇ શકે છે. વોટ્સએપે (WhatsApp) તાજેતરમાં જ આ ફિચર્સને લોન્ચ કર્યા હતા.

WhatsApp

વોટ્સએપ (WhatsApp) પેમેન્ટ

વોટ્સએપ ગત વર્ષે એક શાનદાર ફિચર્સ વોટ્સએપ પેમેન્ટ લોન્ચ કર્યો હતો. તેની મદદથી તમે માત્ર કેટલીક મિનિટમાં બીજા વ્યક્તિને રૂપિયા મોકલી શકો છો અથવા બીજા વ્યક્તિ પાસેથી રૂપિયા મેળવી શકો છો. વોટ્સએપનો આ ફિચર અન્ય પેમેન્ટ એપની જેમ કામ કરે છે અને યૂપીઆઈ બેસ્ડ છે.

એડવાન્સ સર્ચ ઓપરેશન

વોટ્સએપ (WhatsApp)નો આ ફિચર્સ એટલા માટે લોન્ચ કરાયો છે, જેથી યુઝર્સ કોઈ પણ ફાઇલ, ફોટો વીડિયો અથવા લિંકને સહેલાઇથી શોધી શકે. સામાન્ય રીતે વ્યક્તિ એક દિવસમાં વોટ્સએપ મારફતે અનેક મેસેજ, ફોટો અને વીડિયો શેર કરે છે. એવામાં જો તમે કોઇ જરૂરી ડોક્યૂમેન્ટ સર્ચ કરવા માંગો છો, તો આ ફિચર્સ તમારી મદદ કરી શકે છે.

WhatsApp

ક્યૂઆર કોડ

અત્યાર સુધી તમે વોટ્સએપમાં કોઈ વ્યક્તિને એડ કરવા માટે નંબર સેવ કરતા હતા. ત્યારબાદ તે તમારા વોટ્સએપમાં દેખાતા હતા. વોટ્સએપનો ક્યૂઆર કોડ ફિચર તમારી આ સમસ્યાનો ઉકેલ લઇને આવ્યો છે. તમારા સંપર્ક માટે ક્યૂઆર કોડ બનાવવામાં આવ્યો છે, જે તમે બીજા વ્યક્તિ સાથે શેર કરી શકો છો. જ્યારે તમે કોઈ વ્યક્તિના વોટ્સએપનો ક્યૂઆર કોડ સ્કેન કરો છો, તમને સંપર્ક એડ કરવાનો વિકલ્પ મળશે. આ સાથે તમારે નંબર એડ કરવાની જરૂર રહેશે નહીં.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ખાસ વાંચો / બ્લેક ફંગસ અથવા મ્યુકરમાઇકોસિસથી બચવા માટે શું કરવું અને શું ના કરવું? જાણો સરકારે શું કહ્યું

Bansari

પ્રિમોન્સૂન તૈયારી: રાજ્યમાં ચોમાસાની સ્થિતીને પહોંચી વળવા સતર્કતા, તમામ જિલ્લામાં કરાશે આ કામ

Pravin Makwana

ધારિયાથી પત્નિનું ગળુ કાપી જંગલમાં અલગ અલગ જગ્યાએ ટુકડા સંતાડ્યા, આડા સંબંધને લઈને પતિએ કરી નાખી હત્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!