GSTV

ટ્રીક/ WhatsApp પર આજે જ બદલી નાખો એક સેટિંગ, ફાલતુ ગ્રુપમાં કોઈ કરી નહિ શકે એડ

WhatsApp

Last Updated on August 3, 2021 by Damini Patel

WhatsApp ગ્રુપ્સ મિત્રો, સબંધીઓ અને ઓફિસના લોકો સાથે જોડાઈ રહેવાનું એક સારું માધ્યમ છે. પરંતુ ઘણી વખત લોકો પોતાની સર્વિસ અને પ્રોડક્ટ પ્રમોટ કરવા માટે ગ્રુપમાં મોટી સંખ્યામાં લોકોને એડ કરી દે છે. ઘણી વખત આપણી પરમિશન વગર ગ્રુપ બનાવી લે છે, જે ખુબ પરેશાન કરે છે. આપણા માંથી ઘણા લોકોને ફાલતુના ગ્રુપમાં એડ થવું પસંદ નથી, અને એવામાં ગ્રુપને છોડી દેવું પણ સારું નથી. એનાથી બચવા માટે એક સારી રીતે જે વગર કારણે લોકો દ્વારા ગ્રુપમાં એડ થવાથી બચી શકાય છે. આઓ જાણીએ કઈ છે આ રીત.

સારી વાત એ છે કે બિનજરૂરી ગ્રુપ ટાળવા માટે વોટ્સએપ પર એક સેટિંગ છે. આ સેટિંગ વપરાશકર્તાઓને કસ્ટમાઇઝ કરવા દે છે કે તમને ગ્રુપ માં કોણ એડ કરી શકે છે અને કોણ નથી.

whatsapp

જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે આ સેટિંગ ચાલુ કર્યા પછી પણ, ગ્રુપ એડમિન તમને ગ્રુપમાં જોડાવા માટે વ્યક્તિગત લિંક મોકલી શકે છે. તેથી જો તમે પણ કોઈપણ બિનજરૂરી ગ્રૂમમાં ઉમેરવાનું ટાળવા માંગતા હો, તો નીચે આપેલા પગલાંને અનુસરો.

સેટિંગમાં કરવાનું રહેશે આ કામ

whatsapp
  • આ માટે પહેલા વોટ્સએપ ખોલો અને પછી ઉપર જમણા ખૂણે આપેલા ત્રણ ડોટ પર ટેપ કરો.
  • હવે સેટિંગ્સ વિકલ્પ પર જાઓ, અને એકાઉન્ટ પર ટેપ કરો.
  • અહીં તમારે Privacy પર જવું પડશે અને પછી Groups પર ટેપ કરો. અહીં Default રીતે ‘Everyone’ સેટ રહે છે
  • અહીં યુઝર્સને ત્રણ ઓપ્શન ‘Everyone’, ‘My Contacts’, અને ‘My contacts Except’ મળે છે.
  • આમાં ‘Everyone’ વિકલ્પનો અર્થ એ છે કે જે વપરાશકર્તાનો ફોન નંબર તમારી પાસે છે, તે તમને તમારી પરવાનગી વગર પણ ગ્રુપમાં એડ કરી શકે છે.
  • જ્યારે ‘My Contact’ વિકલ્પનો અર્થ એ છે કે તમે ફક્ત તે જ લોકોને ગ્રુપમાં એડ કરી શકો છો જેમનો ફોન નંબર તમે ફોનમાં સેવ કર્યો છે.
  • છેલ્લે, ‘My Contacts Except’ વિકલ્પ જો તમે તેને પસંદ કરો છો, તો તેનો અર્થ એ છે કે તમે તમારા કોન્ટેક્ટ્સમાંથી જુદા જુદા લોકોને સિલેક્ટ કરી શકો છો, જે તમને ગ્રુપમાં એડ નહિ કરી શકે.

Read Also

Related posts

શરમજનક ઘટના / વેક્સિનેશન માટે કરાયું પરિવાર પર દબાણ, રસી લેવાની ના પાડતા કાપી નાખ્યા વીજળી-પાણીના કનેક્શન

Zainul Ansari

મુંબઈના 87% લોકોમાં કોરોના એન્ટિબોડીઝ બની : 85% પુરુષો અને 88% સ્ત્રીઓમાં રોગપ્રતિકારક શક્તિ વિકસી, પાંચમા સેરો સર્વેએ તોડ્યા અગાઉના તમામ રેકોર્ડ

Vishvesh Dave

શોખ બડી ચીઝ હે/ 37ની ઉંમરમાં 11 સંતાન અને 12મા બાળકની તૈયારી, આ મહિલાને ‘પ્રેગ્નન્ટ’ થવું ખુબ જ પસંદ છે

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!