વોટ્સએપ આપણા જીવનનો મહત્વનો ભાગ બની રહ્યું છે. યૂઝર્સ આના દ્વારા દરેક નાની-મોટી વાત સરળતાથી શેર કરી શકે છે. યુઝર્સ જ્યારે ઇચ્છે ત્યારે લોકેશન, ફોટો, કોન્ટેક્ટ જેવી તમામ વસ્તુઓ એકબીજાને મોકલી શકે છે. વોટ્સએપ પર એક જ ટેપથી બધું જ ચપટીમાં થઈ જાય છે, પણ વિચારો કે તમારે મેસેજ કરવા માટે સ્માર્ટફોનમાં ટાઈપ પણ ન કરવું પડે?
હા, એન્ડ્રોઇડ ફોન પર સપોર્ટેડ વૉઇસ રેકગ્નિશન વડે આ શક્ય છે. એન્ડ્રોઈડ ફોન પર ગૂગલ આસિસ્ટન્ટ દ્વારા તમે કોઈને પણ માત્ર બોલીને જ મેસેજ મોકલી શકો છો. આવો જાણીએ કે તમે તેને ફોનમાં પણ કેવી રીતે એક્ટિવેટ કરી શકો છો અને ટાઈપ કર્યા વગર મેસેજ મોકલી શકો છો…

આ માટે સૌથી પહેલા ફોનમાં ગૂગલ આસિસ્ટન્ટ ઓપન કરો. ત્યારબાદ ઉપરના જમણા ખૂણે તમારે પ્રોફાઈલ ફોટો પર ક્લિક કરવાનું રહેશે.પોપ્યુલર સેટિંગ્સ ટેબ પર જઈને, નીચે સ્ક્રોલ કરો અને Personal Result વિકલ્પને ચાલુ કરો. હવે ‘OK Google’ અથવા ‘Hey Google’ કહીને વૉઇસ આસિસ્ટન્ટને એક્ટિવેટ કરો.
પછી આ પછી ‘સેન્ડ વોટ્સએપ મેસેજ’ કહો. એવું બની શકે છે કે Google તમને પૂછશે કે તમે કયા મોડમાં મેસેજ મોકલવા માંગો છો. તમારે ટેક્સ્ટ અથવા વોટ્સએપ કરવું પડશે. આમાં તમારે WhatsApp કહેવું પડશે.

હવે તમે જે મેસેજ મોકલવા માંગો છો તે કહો. આ રીતે ગૂગલ તમને કંઈપણ લખ્યા વગર તમારો મેસેજ મોકલી દેશે.
READ ALSO:
- મમતા બેનર્જીના ટ્વિટર પરથી ગાયબ થયો જવાહરલાલ નેહરુનો ફોટો, કોંગ્રેસ ભડકીઃ આપ્યો આ રીતે જવાબ
- કાળો કેર/ ગુજરાતમાં 91 હજાર પશુઓ લમ્પી વાયરસથી સંક્રમિત, 24 કલાકમાં 110 પશુઓનો ઘાતક વાયરસે લીધો ભોગ
- બ્રહ્માસ્ત્ર ફ્લોપ જવાના ડરથી કરણની ઊંઘ હરામ, ટ્વીટર પર બોયકોટનો શરૂ થયો ટ્રેન્ડ
- ચોરીની ઘટના/ ફ્લિપકાર્ટ કંપનીની ડિલિવરી એજન્સીમાં ગન પોઇન્ટ પર 19 લાખની લૂંટ, બાઈક સવારો ફરાર
- રિઝર્વ બેન્કે રેપો રેટમાં વધારો કર્યા બાદ આ બેંકે પણ પોતાના ગ્રાહકો પર વધારી દીધો લોનનો બોજ