GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

વૉટ્સએપ પર આવો મેસેજ આવે તો ભૂલથી પણ ક્લિક ના કરતાં, નહીંતર ધંધે લાગી જશો

whatsapp

વૉટ્સએપની ટેકનિકલ ટીમના નામે કેટલાક લોકોને મેસેજ આવવા લાગ્યા છે. આ મેસેજ હકીકતે હેક કરવા માટેની લિન્ક છે. એ મેસેજ આવે સાથે સાથે એસએમએસ દ્વારા છ નંબરનો એક વેરિફિકેશન કોડ મોકલવામાં આવે છે. આ મેસેજને કોડ જોઈને લોકોને એવુ જ લાગે કે એ વૉટ્સએપ તરફથી આવ્યો છે. કેમ કે તેનો દેખાવ એ પ્રકારે જ રખાયો છે. પરંતુ હકીકત એ છે કે વૉટ્સએપ દ્વારા આવું કોઈ વેરિફિકેશ કરવામાં આવતું નથી કે નથી તેમની કોઈ ટેકનિકલ ટીમ આ માટે કાર્યરત.

ટેકનોલોજીના નિષ્ણાતોએ જણાવ્યું હતુ કે આવા મેસેજનો જવાબ આપવો નહીં. કેમ કે તમે જવાબ આપશો એ પછી તમારો ફોન હેક થઈ શકે છે અને બીજું કોઈ તમારા નંબર પર રજિસ્ટર થયેલું વૉટ્સએપ વાપરી શકે છે. એટલે મેસેજ મેળવનારને એવુ લાગે કે તમારા નંબર પરથી મેસેજ આવ્યો છે, જે હકીકતે હેકર્સે મોકલ્યો હશે.

Whatsapp

બીજી તરફ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઈડને ચીની સ્પાયવેર એટલે કે જાસૂસી કરતી એપ દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા છે. રિસર્ચ ટીમના કહેવા પ્રમાણે અંદાજે ૧૦ કરોડ એન્ડ્રોઈડ ડિવાઈસમાં આ સ્પાયવેર ઈન્સ્ટોલ થઈ ગયો છે. સ્પાયવેરનું કામ ફોનમાં પ્રવેશ કરી ફોનની જાસૂસી કરવાનું છે. એટલે કે ફોનમાં રહેલા ફોટો-વીડિયો, અન્ય માહિતી, બેન્કિંગની વિગતો પણ સ્પાયવેર થર્ડ પાર્ટીને મોકલી શકે અને તેની ફોન ધારકને જાણ પણ નથી થતી.

આ સ્પાયવેર ચાઈનિઝ વિડીયો એપ કંપની વિવાવિડીયો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ એપ પહેલેથી જ વિવાદાસ્પદ છે. ભારત સરકારે ૨૦૧૭માં જે શંકાસ્પદ ૪૦ એપનું લિસ્ટ જાહેર કર્યું હતું તેમાં વિવાવિડીયોનો પણ સમાવેશ થતો હતો. આ એપ ફોનમાં ઘૂસીને જાસૂસી કરવાનું કામ કરે છે.

WhatsApp

આરોગ્ય સેતુ એપ પ્રમોટ કરવા બદલ મોબિક્વિકની પ્લેસ્ટોરમાંથી હકાલપટ્ટી

ગૂગલ પ્લે સ્ટોરમાંથી આર્થિક લેવડ-દેવડની એપ મોબિક્વિકને હટાવી દેવાઈ છે. ગૂગલના કહેવા પ્રમાણે એપ સ્ટોરની પોલિસીનો ભંગ કરવા બદલ આ કામગીરી કરવામાં આવી છે. મોબાઈલ ફોનમાં આવતી મોટા ભાગની એપ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ થાય છે. ગૂગલની માલિકીના પ્લેસ્ટોરમાં જે એપ હાનિકારક લાગે તેને ગૂગલ દ્વારા હટાવી દેવામાં આવે છે. જોકે મોબિક્વિકના સીઈઓ બીપિન પ્રિતસિંહનું કહેવું છે કે અમારી એપમાં અમે ભારત સરકારની એપ આરોગ્ય સેતુની લિન્ક મુકી હતી. અમે આરોગ્ય સેતુ એપને પ્રમોટ કરીએ તેની સામે ગૂગલને વાંધો હતો, માટે અમારી એપ હટાવી દેવાઈ છે.

Read Also

Related posts

5 કરોડ લોકોનો ભોગ લઈ ચૂકેલો કાળીયો પ્લેગ ફરી એક વખત ચીનથી અમેરિકા પહોંચ્યો : ઉંદર, ચાંચડ, ખિસકોલી અને નોળિયાથી દૂર રહેવુુ

Dilip Patel

વરસાદના પહેલા રાઉન્ડમાં અતિવૃષ્ટિથી થયેલા નુકસાનમાં મળશે સહાય, સરકારની મહત્વની જાહેરાત

pratik shah

ક્યારે આવશે વિદ્યા બાલનની શકુંતલા દેવીનું ટ્રેલર ? જવાબ છે 2 x 2 x 2 x 3 x 3 x 5 મિનિટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!