GSTV
Gujarat Government Advertisement

WhatsApp યુઝર્સ માટે લઈને આવ્યું આ ખાસ ફિચર, Lockdownમાં થશે ફાયદો

QR

Last Updated on April 17, 2020 by Arohi

વીડિયો કોન્ફ્રેન્સિંગ પ્લેટફોર્મ Zoom ઝડપથી દુનિયાભરમાં પોપ્યુલર થઈ રહી છે. તેને જોતા બીજી કંપનીઓ પણ સતત પોતાના વીડિયો કોલિંગ સોફ્ટવેરમાં ફેરફાર કરી રહી છે. ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp પણ ગ્રુપ વીડિયો કોલમાં વધુ લોકોને એડ કરવા પર કામ કરી રહ્યું છે. હાલ WhatsAppમાં એક સાથે ચાર લોકો જ વીડિયો કોલિંગ કરી શકે છે. Android માટે જાહેર કરેલા WhatsApp betaથી આ હિન્ટ મળી છે કે કંપની ગ્રુપ વીડિયો કોલ્સની લિમિટ વધારી શકે છે.

WhatsAppમાં ગ્રુપ કોલિંગમાં થશે ફાયદો

WhatsAppના ફિચર્સનો ટ્રેક રાખનાર વેબસાઈટની એક રિપોર્ટ અનુસાર એન્ડ્રોયડ માટે જાહેર કરેલ WhatsApp v2.20.128 બીટામાં એક્સ્ટેન્ડેડ ગ્રુપ લિમિટ આપવામાં આવી છે. જોકે અત્યારે તેને કંપનીએ પબ્લિક માટે અનેબલ નથી કર્યું.  હાલ એ સ્પષ્ટ નથી કે WhatsAppમાં ગ્રુપ કોલ માટે લિમિટ વધારીને કેટલી કરવામાં આવશે. પરંતુ ટૂંક સમયમાં જ કંપની એ એલાન કરી શકે છે કારણ કે હાલમાં જ વોટ્સએપે ગ્રુપ કોલિંગમાં અમુક ફેરફાર કર્યા છે.

WhatsApp કરી રહ્યું છે આ પ્લાન

મહત્વનું છે કે WhatsAppએ ગ્રુપ કોલિંગ ઈન્ટરફેસમાં અમુક બદલાવ કર્યા છે. ગ્રુપ વીડિયો કોલિંગ માટે એક ડેડિકેટેડ બટન આપવામાં આવ્યું છે જેના દ્વારા તમે ડાયરેક્ટ દરેક ગ્રુપ મેમ્બર્સને કોલ કરી શકશે. કોલિંગ માટે વોટ્સએપના બીજા નવા ફિચરની વાત કરવામાં આવે તો Android v2.20.129 વર્ઝનમાં એક નવુ કોલ હેડર આવ્યું છે. હકીકતે આ કોલ હેડરમાં એવુ મેન્શન હશે કે કોલ એન્ડ ટુ એન્ડ એન્ક્રિએડ છે. આ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનનો મતલબ છે કે બે લોકોના વચ્ચેની વાતચીતનો ડેટા ન તો વોટ્સએપ ડિકોડ કરી શકશે અને ન કોઈ એજન્સી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

કાસ્ટીંગ કાઉચ: મિનિષા લાંબાએ બોલિવૂડ ઈંડસ્ટ્રીઝ પર લગાવ્યા એવા ગંભીર આરોપ કે તમને વિશ્વાસ પણ નહીં આવે

Pravin Makwana

ઑફર/ સસ્તામાં દમદાર Smart TV ખરીદવાનો મોકો, રિયલમીથી લઇને સેમસંગ અને વનપ્લસ સુધીના છે ઓપ્શન

Bansari

Post Officeની આ સ્કીમમાં જમા કરો 199 રૂપિયા, મેચ્યોરિટી પર મળશે 3 લાખ 10 હજાર રૂપિયા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!