GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

લૉકડાઉનમા ગ્રુપ વીડિયો કૉલની મજા થશે ડબલ, Whatsapp લાવ્યું જબરદસ્ત અપડેટ

Whatsapp

Whatsapp દ્વારા ફોરવર્ડ મેસેજની લિમિટ નક્કી કરવામાં આવ્યા બાદ હવે ગ્રુપ વીડિયો કૉલિંગ (group video calling) માં પણ મોટો ફેરફાર કરવાનું એલાન કર્યુ છે. Whatsappએ મંગળવારે મોડી રાતે ટ્વીટ કરીને જણાવ્યું કે Whatsapp ગ્રુપ કૉલને પહેલા કરતાં સરળ બનાવી દેવામાં આવ્યું છે. પહેલાં જ્યાં ગ્રુપ વીડિયો કૉલ માટે એક-એક કરીને કોન્ટેક્ટ્સ એડ કરવા પડતા હતાં, ત્યા હવે આવુ કરવાની જરૂર નહી પડે.

Whatsappએ જણાવ્યું કે હવે ગ્રુપમાં જ વીડિયો કૉલિંગનો ઓપ્શન મળશે, જેને યુઝર સિલેક્ટ કરીને 4 અથવા તેથી ઓછા લોકોને એડ કરી શકાશે.

whatsapp

આ રીતે માણો Whatsappના આ અપડેટની મજા

જેમ કે જો તમે કોઇ XYZ ગ્રુપમાં જોડાયા છે અને તેમાં 8 લોકો છે. તો તેમાંથી કોઇ 4 અથવા તેથી ઓછા લોકો સાથે વાત કરવા માટે તમારે પહેલા કોઇ એકને જ વીડિયો કૉલ કરવાનો છે. અને તે પછી એક એક કરીને બાકીના કોન્ટેક્ટ એડ કર્યા બાદ વીડિયો કૉલિંગ પર વાત શરૂ થાય છે. પરંતપ હવે તેને સરળ બનાવવા માટે Whatsappએ નવુ અપડેટ વર્ઝન 2.20.208 લૉન્ચ કર્યુ છે, જે બાદ તમને XYZ ગ્રુપમાં જ રાઇટ સાઇડ તરફ જ વીડિયો કૉલિંગનુ ઓપ્શન મળી જશે. અહીં ટેપ કરીને તમારે ગ્રુપના જે ચાર લોકોને એડ કરવા છે, તેને એડ કરી લો, તે બાદ ગ્રુપ વીડિયો કૉલ એક સાથે શરૂ થસે.

Google

Whatsappએ આ નિર્ણય તેવા સમયે લીધો છે, જ્યારે આખા દેશમાં લૉકડાઉન ચાલી રહ્યું છે. આ સમયે કૉલેજ. ઑફિસના લોકો વીડિયો કોન્ફ્રેંસિંગની મદદથી ઘરેથી કામ પૂરુ કરી રહ્યાં છે. સોશિયલ ડિસ્ટેંસિંગના સમયે મિત્રો, સંબંધીઓ વચ્ચે પણ Whatsapp ગ્રુપ કૉલ લોકોનુ મનપસંદ પ્લેટફોર્મ બની ગયુ છે.

Read Also

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

એક એવી એપ્લિકેશન જે તમારા સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્સનો કરશે સફાયો

Mansi Patel

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!