GSTV
Gujarat Government Advertisement

WhatsApp પર એક સાથે 4 લોકોને Video Call કરવો છે સરળ, જાણો રીત

Last Updated on December 2, 2019 by Mayur

વોટ્સએપ (Whatsapp) થોડા સમય પહેલાં ગ્રુપ વીડિયો અને ઓડિયો (whatsapp group audio call and group video calling) ફીચર લાવ્યુ હતુ. આ ફીચરે આપણા ઘણા કામોને સરળ કરી દીધા છે. આ ફીચરની સારી વાત એ છેકે, તેમાં એક સાથે ચાર લોકો સાથે વાત કરી શકાય છે. આ ફીચર એન્ડ્રોઈડ અને IOS બંને માટે ઉપલબ્ધ છે. વોટ્સએપે આ ફીચર આમ તો ઘણા સમય પહેલાં જ લોન્ચ કર્યુ છે. પરંતુ આપણી વચ્ચે હજી પણ ઘણા એવાં લોકો છે જેમને ગ્રુપ ઓડિયો કોલ અથવા ગ્રુપ વીડિયો કોલ કરવાનું આવડતું નથી.તો ચાલો જાણીએ ક્યાં સ્ટેપ્સને ફોલો કરીને તમે ગ્રુપ ઓડિયો અને વીડિયો કોલ કરી શકો છો.

ગ્રુપ વીડિયો કોલ માટે કેવી રીતે લોકોને એડ કરશો

  • તેના માટે સૌથી પહેલાં WhatsApp ઓપન કરો. હવે કોન્ટેક્ટ લિસ્ટમાંથી તેમને સિલેક્ટ કરો, જેને તમે કોલ કરવા માંગો છો.
  • સિલેક્ટ કરીને વીડિયો કોલ પર ટેપ કરો. હવે ઉપરની તરફ જોશો તો તમને Add Participantનું ઓપ્શન દેખાશે.
  • અહીં તમે જેને પણ ઈચ્છો તેમને કોઈ પણ ત્રણ લોકોને એડ કરી શકો છો. જેથી તમને લઈને ટોટલ ચાર લોકો થઈ જશે.

ગ્રુપ ઓડિયો કોલ માટે પણ આજ રીત છે

  • તેના માટે સૌથી પહેલાં તે કોન્ટેક્ટની ચેટ ઓપન કરો. જેને તમે ઓડિયો કોલ કરવા માંગો છો . અહીં તમારે ઉપરની તરફ કોલનું સાઈન દેખાશે. તેની ઉપર ટેપ કરો.
  • હવે તમને અહીં પણ Add Participantનું ઓપ્શન મળશે. તેની ઉપર ટેપ કર્યા બાદ તમે ત્રણ વધુ લોકોને એડ કરી શકો છો. ત્યારબાદ તમારો ગ્રુપ ઓડિયો કોલ શરૂ થઈ જશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

વાહ! ઘરેબેઠા 15 હજાર રૂપિયા જીતવાનો શાનદાર મોકો, બસ કરવાનું છે આ નાનકડુ કામ

Bansari

જાણવા જેવું: એક વ્યક્તિ પાસે કેટલા બેંક અકાઉન્ટ હોવા જોઈએ, એક કરતા વધારે ખાતા રાખવાના આટલા છે ફાયદાઓ

Pravin Makwana

વોરેન બફેટ, જોફ બેજોસ કે બિલ ગેટ્સ નહીં આ ભારતીય છે વિશ્વના સૌથી મોટા દાનવીર, 102 અબજ ડોલર કરી દીધા દાન

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!