GSTV

WhatsAppની યુઝર્સને સૌથી મોટી ભેટ, ઘરે બેસીને પણ હવે તમે નહીં રહો ‘LockDown’

Lockdown અને કોરોનાની મહામારી વચ્ચે લોકો હવે બોર ફિલ કરવા લાગ્યા છે. આવા લોકો માટે WhatsApp દ્રારા એક વિશેષ સુવિધા આપવામાં આવી છે. જેના કારણે યુઝર્સ પણ હવે ખુશ થઈ ગયા છે. WhatsApp એક શાનદાર ફિચર લઈને આવ્યું છે. જેમાં હવે ઘરે બેસીને તમે એક નહીં પણ તમારા તમામ મિત્રો સાથે ગપ્પા લડાવી શકશો.

કેટલાં લોકો દેખાશે ?

ફેસબુકના નેજા હેઠળ કામ કરનારી કંપની WhatsApp આમ લોકોની સમસ્યાના નિરાકરણ માટે એક શાનદાર ફિચર લોન્ચ કર્યું છે. કંપની દ્રારા ઘોષણા કરવામાં આવી છે કે હવે કોઈ પણ યૂઝર ગ્રૂપમાં વીડિયો ચેટ કરી શકે છે. પણ એક સાથે માત્ર ચાર જ લોકો ગ્રૂપ ચેટમાં દેખાશે.

કેવી રીતે કરશો ગ્રૂપ ચેટ ?

કંપનીના જણાવ્યા અનુસાર તમે કોઈ પણ WhatsApp ગ્રૂપમાં જઈને વીડિયોનું આઈકન પ્લે કરો. આ સાથે જ ગ્રૂપના તમામ લોકો પાસે નોટિફિકેશન પહોંચી જશે. હવે તમે તમારી રીતે કોઈ પણ ત્રણ વ્યક્તિની પસંદગી કરી શકશો. જોકે ગ્રૂપના તમામ લોકો તમારી વાત સાંભળી શકશે.

વધારે વખત મેસેજ સેન્ડ નહીં થાય

જોકે થોડા સમય પહેલાં જ WhatsApp દ્રારા એ જાણકારી આપવામાં આવી છે કે કોરોના વાઈરસના પગલે ફેક ન્યૂઝની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે એક કરતાં વધારે વખત હવે કોઈ પણ મેસેજ શેર નહીં થાય. કંપની દ્રારા પણ એવું નિવેદન આપવામાં આવ્યું છે કે ફેક ન્યૂઝની સમસ્યા સામે લડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

IND vs AUS: પ્રથમ ટી20માં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો

Bansari

આદિત્ય નારાયણના રિસેપ્શનમાં ગોવિંદા સાથે આ સ્ટાર્સે કરી ઘણી મસ્તી, જુઓ વીડિયો

Bansari

રાજકોટ/ મધ્યસ્થ જેલમાં કેદીએ આપઘાતનો પ્રયાસ કરતા જેલ તંત્ર દોડતું થયું, આરોપી 40 ગુનામાં સંડોવાયેલો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!