Whatsapp ગ્રુપથી કંટાળ્યા હોય તો કરી દો આવી સેટિંગ, તમારી મરજી વિના કોઇ એડ નહી કરી શકે

વૉટ્સએપ ગ્રુપ પોતાનામાં જ એક માથાનો દુખાવો છે. દરેક ગ્રુપના નેચર અને પ્રોબલેમ્સ અલગ હોય છે. ક્યારેક તો આપણે ઇચ્છીએ તો પણ તેમાંથી બહાર નથી આવી શકતાં. પરંતુ ટૂંક સમયમાં વૉટ્સએપ તમને ગ્રુપ્સની આ પરેશાનીમાં થોડી રાહત આપી શકે છે.

રિપોર્ટસ અનુસાર વૉટ્સએપ યુઝર્સને આવો ઓપ્શન ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે જેથી તમને તે ઓપ્શન મળી જશે કે તમે તે કંટ્રોલ કરી શકશો કે કોણ તમને કયા ગ્રુપમાં એડ કરી શકશે.

અત્યાર સુધી કોઇ પણ રેન્ડમ કોન્ટેક્ટ અથવા કોન્ટેક્ટ નંબર સેવ ન હોય તો પણ તે તમને કોઇપણ વૉટ્સએપ ગ્રુપમાં એડ કરે છે પરંતુ વૉટ્સએપના આ નવા ફિચરથી તમને આ પરેશાનીમાં રાહત મળશે.

એક અહેવાલ અનુસાર વૉટ્સએપ iOS beta યુઝર્સ જેમણે આગામી iOS અપડેટમાં ટેસ્ટફ્લાઇટ બીટા પ્રોગ્રામ જૉઇન કર્યુ છે તેના માટે આ ફિચર આવી રહ્યું છે.

આ રીતે કરો યુઝ

  • આ નવુ ફિચર વૉટ્સએપ સેટિંગ્સ હેઠળ ઉપલબ્ધ થશે.
  • તેના માટે યુઝર્સને પહેલાં સેટિંગ્સમાંથી એકાઉન્ટમાં જવુ પડશે.
  • એકાઉન્ટમાં જઇને પ્રાઇવસી પર ક્લિક કરો.
  • પ્રાઇવસીમાં ગ્રુપ્સનું ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરો.
  • તેમાં તમારે ગ્રુપ ઇન્વીટેશનના ઓપ્શન જોવા મળશે. Everyone, My Contacts અને Nobody

પ્રથમ ઓપ્શન પસંદ કરવા પર કોઇપણ ગ્રુપમાં એડ કરી શકે છે. માય કોન્ટેક્ટનું ઓપ્શન પસંદ કરશો તો તમારા ફોનમાં જે લોકોના ફોન નંબર સેવ હશે તે જ તમને કોઇ ગ્રુપમાં એડ કરી શકશે. પરંતુ જો તમે ઇચ્છો કે કોઇપણ તમને કોઇપણ ગ્રુપમાં એડ ન કરી શકે તો તમારો નોબડી પસંદ કરવાનું રહેશે.

જો તમે આ ઓપ્શન પસંદ કરશો તો જ્યારે કોઇ તમને કોઇ ગ્રુપમાં એડ કરવાનો પ્રયાસ કરશે તો પહેલા તમારી પાસે રિકવેસ્ટ આવશે જેને એક્સેપ્ટ કરશો તો જ તમે તે ગ્રુપમાં એડ થશો. આ રિક્વેસ્ટ 72 કલાકમાં એક્સપાયર થઇ જશે.

જો કે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તેમાં ગ્રુપ લિંક બનાવવાનું ફિચર પણ એડ કરવામાં આવશે જે ગ્રુપ બન્યા બાદ ક્રિએટ થશે. તેને કોઇ યુઝરની પ્રાઇવસી સેટિંગ છતાં તેને ગ્રુપમાં એડ કરી શકાશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter