GSTV
Home » News » પોલીસે આપી દરેક Whatsapp ગ્રુપ Adminને સલાહ, આ કિસ્સાથી સૌ કોઈ લે શીખ જેથી ના જવું પડે જેલ

પોલીસે આપી દરેક Whatsapp ગ્રુપ Adminને સલાહ, આ કિસ્સાથી સૌ કોઈ લે શીખ જેથી ના જવું પડે જેલ

સ્માર્ટફોન યુઝ કરતા લોકો વધારે વોટ્સએપનો ઉપયોગ કરે છે. તેમાંથી વધારે લોકો કોઇ પણ વોટ્સએપ ગૃપનાં એડમીન હોય છે. એડમીનને ઘણાં સ્પેશિયલ રાઇટ્સ મળે છે. જો કે સ્પેશિયલ રાઇટ્સનાં ઘણાં નુકસાન પણ છે. થોડા દિવસો પહેલા મુંબઇમાં મુસ્તાક અલી શેખ નામની વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી. મુસ્તાકે એક મહિલાને એવા વોટ્સએપ ગૃપમાં જોડી હતી, જે ગૃપમાં પોર્નગ્રાફિક પોસ્ટ શેર કરવામાં આવતી હતી. મુસ્તાક તે ગૃપનો એડમીન હતો. 

પોલીસે આપી ચેતવણી   

મુંબઇ પોલીસે જણાંવ્યું હતું કે આ કેસ એવા લોકો માટે ખતરાની ઘંટી સમાન છે. જે ગૃપમાં કોઇને પણ પરમિશન વગર એડ કરે છે. આ સાથેજ ગૃપમાં પોર્ન પોસ્ટ શેયર કરે છે. ત્યારે પણ સખત પગલા ભરાશે. વોટ્સએપમાં હજુ સુધી એવો ઓપ્શન નથી કે કોઇ પણ યુઝરને તેની પરવાનગી વિના ગૃપમાં જોડી દેવામાં આવે.  વિકલ્પ પર કંપની કામ કરી રહિ છે, તેમજ આ મામલે જલ્દી કોઇ નિર્ણય લેવાશે.

શું છે સમગ્ર મામલો?

ફરિયાદી મહિલાએ જણાંવ્યું કે તેમનો મોબાઈલ નંબર Triple XXX નામનાં ગૃપમાં ગત સપ્ટેમ્બર માસમાં એડ કરવામાં આવ્યો હતો. આ ગૃપમાં પોર્નોગ્રાફિક કન્ટેન્ટ શેર કરવામાં આવતા હતાં. ફરિયાદી મહિલા આ ગૃપનાં એડમિન કે 12 અન્ય ગૃપ મેમ્બર્સને ઓળખતા ન હતાં. ત્યારબાદ પોલીસે મુસ્તાકને IT એક્ટ હેઠળ છેડતી કરવાનાં આરોપસર ધરપકડ કરી હતી. 

એક્સપર્ટે આપી માહિતી

આ કેસમાં હાઈકોર્ટમાં સિનીયર વકીલનાં જણાંવ્યા પ્રમાણે કોઇ પણ મહિલા અથવા પુરૂષની અંગતપળોને ભંગ કરવા બદલ આઈટી એક્ટનાં સેક્શન 66-ઇ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. તેમજ કોઇ પણ બિનઉપયોગી પોસ્ટ મોકલવા બદલ IT એક્ટનાં સેક્શન 67-એ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે છે. જે કલમ હેઠળ પાંચ વર્ષની સજા અને દસ લાખ રૂપિયાનો દંડ સુધીની જોગવાઈ છે. 

ગૃપ એડમીને ધ્યાને રાખવા જેવી બાબતો  

  • વોટ્સએપ ગૃપમાં  કોઇ પણ પ્રકારનાં આપત્તિજનક વીડિયો,ફોટો મેસેજ શેર કરવા ન જોઇએ.
  • કોઇ પણ પ્રકારનાં ધાર્મિક વીડિયો,ફોટો, ટેક્સ્ટ ઐતિહાસિક આંકડા શેર કરવા જોઇએ નહિં.
  • જાતિ અથવા ધર્મની કટ્ટર વિચારધારા ભડકાવવારી પોસ્ટ શેર કરવી નહિં.   

READ ALSO  

 

Related posts

આસામનાં મુખ્ય પ્રધાનના હેલિકોપ્ટરની ઈમરજન્સી લેન્ડિંગ, માંડ માંડ બચ્યા

pratik shah

સુરતમાં અગમ્ય કારણોસર માતાએ પુત્ર સાથે લગાવી મોતની છલાંગ

pratik shah

ઇમરાન ખાન સાથેની મુલાકાત દરમિયાન ટ્રમ્પે મોં પર ચોપડાવ્યું: ભારત સાથે મારા સારા સંબંધો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!