GSTV
Gujarat Government Advertisement

Whatsapp પરથી પણ થઇ શકે છે ‘લૂટ’, ગણતરીની મીનીટોમાં ખાલી થઇ જાય છે ખાતા, કોઈપણ પૂછ્યા વગર એડ કરે તો ચેતી જજો

Whatsapp

Last Updated on April 15, 2021 by Pritesh Mehta

આજકાલ Whatsapp ગ્રુપનું ચલણ ખાસ્સું વધી ગયું છે. આ ગ્રુપ્સ ઘણા જ સરળ અને આસાન રીત છે એક સાથે અનેક લોકો સાથે સંપર્કમાં આવવાનો.  પરંતુ શું તમને ખ્યાલ છે કે આ ગ્રુપના નામે પણ ઠાગાઈ થઇ શકે છે? એટલે જો કોઈ પણ અજાણી વ્યક્તિ તમને પૂછ્યા વગર તમને કોઈ પણ ગ્રુપમાં એડ કરે તો ચેતી જવાની જરૂર છે. ગૃહ મંત્રાલયે પણ આ અંગે ચેતવણી આપી છે અને કહ્યું છે કે તમે આનાથી કોઈની છેતરપિંડીનો શિકાર થઇ શકો છો.

સાયબર દોસ્ત પર અપાઈ માહિતી

ગૃહ મંત્રાલયના ટ્વીટર હેન્ડલ સાયબર દોસ્ત પર આ અંગે જાણકારી આપવામાં આવી હતી. સાયબર દોસ્ત સાયબર ક્રાઇમને લઈને લોકોમાં જાગૃકતા વધારવા માટેનું ટ્વીટર હેન્ડલ છે. સાયબર દોસ્તે Whatsapp ગ્રુપ અંગે ટ્વીટ કરીંને કહ્યું હતું કે Whatsapp પર વધુને વધુ સતર્ક રહો, સાવધાન રહો અને કોઈ અજ્ઞાત વ્યક્તિ તમને Whatsapp ગ્રુપમાં એડ કરે છે તો તેની અનુમતિ ન આપો. તેનાથી બચવા માટેનો સરળ રસ્તો છે.

આ રીતે કરો ખુદને સુરક્ષિત

આ માર્તે Whatsapp સેટિંગમાં જવાનું રહેશે જ્યાં એકાઉન્ટ, પ્રાયવસી એન્ડ ગ્રુપ્સ લખ્યું હોય. અહીં ગ્રુપ્સ મેં સિલેક્ટ માય કોન્ટેક્ટ જ પસંદ કરવાનું છે. જો આમ કરો છો તો તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં જે લોકો છે તે લોકો જ તમને કોઈ ગ્રુપમાં એડ કરી શકશે. આનાથી તમે મોટી છેતરપિંડીથી બચી શકો છો. જો કોઈ અજ્ઞાત વ્યક્તિ તમને ગ્રુપમાં એડ કરવા માંગશે તો તેણે પહેલા અનુમતિ લેવી પડશે. જો તમે તેને નથી ઓળખતા તો તમે ગ્રુપમાં એડ થવાની મનાઈ કરી શકો છો.

ફિશિંગનો શિકાર ન બનો.

ડિજિટલ ફ્રોડમાં આજકાલ અનેક નવી નવી તરકીબો સામે આવી છે જેમાં વ્હોટ્સએપ ગ્રુપ  ચલાવવી પણ એક પેંતરો છે. આવા ગ્રુપના માધ્યમથી ફિશિંગ કરવામાં આવે છે અને લોકોની જાણકારી ચોરીને એકાઉન્ટ્સ માંથી પૈસા લૂંટી લેવામાં આવે છે. ફિશિંગમાં લોકોના પાસવર્ડ, બેન્ક ડિટેઈલ્સ અને અન્ય પર્સનલ ડેટા ચોરી થવાનો ડર રહે છે.  સોશિયલ મીડિયાઆ માધ્યમથી દર વર્ષે છેતરપિંડીના કિસ્સા અનેક ગણા વધી ગયા છે. જેમાં એક વ્હોટ્સએપ પણ સામેલ છે.

Whatsapp

પોર્નોગ્રાફિક કન્ટેન્ટથી સાવધાન

લોકોને પોતાની જાળમાં ફસાવવા માટે વ્હોટ્સએપ ગ્રુપમાં પોર્ન કન્ટેન્ટ મોકલવામાં આવે છે અને તેમને સંકળાયેલા રહેવા માટે લાલચ આપવામાં આવે છે. એક વાર કોઈ વ્યક્તિ ગ્રુપમા જોડાવા માટે તૈયાર થઇ જાય તો તેને કેટલીંક એવી વેબસાઇટ્સ પર જવાનું અને કન્ટેન્ટ જોવાનું કહેવામાં આવે છે જ્યાં ફિશિંગની જાળ ફેલાયેલી હોય છે. એક વાર જે તે સાઈટ પર ગયા અને ખોલીને જોઈ તો તમારો બધો જ ડેટા લીક થઇ જાય છે. એ જાણી લેવું જરૂરી છે કે વ્હોટ્સએપ ગ્રુપના માધ્યમથી આ કાયમ કરવામાં આવે છે પરંતુ હજુ સુધી વ્હોટ્સએપનોઆમ કોઈ રોલ સામે નથી આવ્યો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!