GSTV
Gujarat Government Advertisement

Whatsapp મેસેજ કરવા માટે સ્માર્ટફોનને નહીં કરવો પડે ટચ, આ ટ્રિકથી વીડિયો-ઑડિયો કૉલ પણ થશે

whatsapp

Last Updated on April 27, 2020 by Bansari

જો તમને Whatsapp મેસેજીસનો રિપ્લાય આપવા માટે વારંવાર હાથમાં ફોન લેવાનું પસંદ ન હોય તો તમે ફોનને સ્પર્શ કર્યા વિના પણ Whatsapp મેસેજ મોકલી શકો છો. આ જ રીતે જો તમે Whatsapp કૉલ (ઑડિયો કે વીડિયો) પણ સ્માર્ટફોન પર સોશિયલ મેસેજિંગ એપ ઓપન કર્યા વિના કરવા માગતા હોવ તો તમને સરળ વિકલ્પ મળી રહ્યો છે. એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર ગૂગલ આસિસ્ટન્ટ અને આઇફોન પર એપલના સીરી આસિસ્ટન્ટની મદદથી આમ કરી શકાય છે.

જો તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝ કરતાં હોવ તો તેમાં ગૂગલ આસિસ્ટન્ટને ‘OK Google’ કહીને ઑન કરી શકાય છે. આ જ રીતે એપલ પર તમારો આઇફોન iOS 10.3 કે તે પછીના iOS પર હોય તો ‘Hey Siri’ બોલીને તમે વૉઇસ કમાન્ડ આપી શકો છો. એપલ પર તમારે સીરી આસિસ્ટન્ટ Whatsappમાં ઇંટીગ્રેડ કરવાનું રહેશે. એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સમાં આવુ ઇંટીગ્રેશન અલગથી કરવાની જરૂર નથી.

whatsapp

આઇફોન પર

  • તમારા આઇફોનની સેટિંગ્સ ઓપન કરો.
  • તે બાદ સીરી એન્ડ સર્ચ સેક્શનમાં જાઓ.
  • હવે તમારે ‘Listen For Hey Siri’ ઓપ્શન ટર્ન ઑન કરવાનો રહેશે.
  • તેના બદલે તમે હોમ પ્રેસ કરીને પણ સીરીને ઇનેબલ કરી શકો છો.
  • Apple iPhone X કે તે બાદની કોઇપણ ડિવાઇસમાં સાઇડ બટનને પ્રેસ કરવાથી સીરીને ઇનેબલ કરી શકાય છે.
  • તે બાદ તમારે સ્ક્રોલ ડાઉન કરીને Whatsapp પર ટેપ કરવાનુ છે.
  • હવે Use Wuth Ask Sinને ટર્ન ઑન કરી દો.
  • હવે તમે સરળતાથી બોલીને ફક્ત Whatsapp મેસેજ મોકલી શકશો અને સાથે જ વીડિયો અથવા ઑડિયો કોલ પણ કરી શકશો.
  • તમારે Send Whatsapp Message અથવા Make Whatsapp Call જેવા કમાન્ડ આપવાના રહેશે.

એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર

  • તમારા સ્માર્ટફોનમાં Ok Google બોલવા પર ગૂગલ આસિસ્ટન્ટ ઑન થઇ જવુ જોઇએ. એવુ ન થાય તો ગુગલ સેટિંગ્સમાં જઇને તેને ઇનેબલ કરો.
  • ગૂગલ આસિસ્ટન્ટ ઓપન થયા બાદ તમારે વોઇસ કમાન્ડ આપવાના છે.
  • Send Whatsapp Message to XYZ કમાન્ડ આપ્યા બાદ આસિસ્ટન્ટ મેસેજ પૂછશે.
  • તમારા બોલતા જ મેસેજ ટાઇપ થઇ જશે અને XYZ કોન્ટેક્ટને મોકલી દેશે.
  • આ જ રીતે તમે Call XYZ on Whatsapp કમાન્ડ આપીને કોઇને પણ Whatsapp પર કૉલ કરી શકો છો.
  • XYZના બદલે તમારે કોન્ટેક્ટનું નામ બોલવાનું રહેશે અને આવો જ કમાન્ડ વીડિયો કૉલ કરતી વખતે પણ આપવાનો રહેશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

વાહ! ઘરેબેઠા 15 હજાર રૂપિયા જીતવાનો શાનદાર મોકો, બસ કરવાનું છે આ નાનકડુ કામ

Bansari

જાણવા જેવું: એક વ્યક્તિ પાસે કેટલા બેંક અકાઉન્ટ હોવા જોઈએ, એક કરતા વધારે ખાતા રાખવાના આટલા છે ફાયદાઓ

Pravin Makwana

વોરેન બફેટ, જોફ બેજોસ કે બિલ ગેટ્સ નહીં આ ભારતીય છે વિશ્વના સૌથી મોટા દાનવીર, 102 અબજ ડોલર કરી દીધા દાન

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!