GSTV

વોટ્સએપ ખૂબ જ જલદી લાવી રહ્યું છે મોસ્ટ એવેટેડ ફીચર્સ, એક સાથે આટલા ડિવાઈસ ઉપર ચલાવી શકાશે

Last Updated on June 23, 2021 by Harshad Patel

વોટ્સએપ ખૂબ જ જલ્દીથી તેના કરોડો ગ્રાહકોને ભેટ આપવા જઈ રહ્યું છે. મીડિયા અહેવાલોમાં ખુલાસો થયો છે કે કંપની હાલમાં મલ્ટિ-ડિવાઇસ સુવિધા પર કામ કરી રહી છે જે લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આ સુવિધા શરૂ થતાં જ તમે એક સાથે 5 ડિવાઇસીસ પર સમાન નંબરથી વોટ્સએપ ચલાવી શકશો.

સ્ક્રીનશોટ બહાર આવ્યું

WABetaInfo એ તેના એક અહેવાલમાં સ્ક્રીનશોટ શેર કરીને આ માહિતી શેર કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સુવિધા પ્રારંભિક દિવસોમાં ફક્ત વોટ્સએપ વેબ માટે રજૂ કરવામાં આવશે. એટલે કે આ સુવિધા સ્માર્ટફોનમાં કામ કરશે નહીં.

વોટ્સએપ 4 વધારાના ઉપકરણો પર ચલાવવામાં સક્ષમ 

રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, વોટ્સએપ મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ હેઠળ, યુઝર્સ ચાર વધારાના ઉપકરણો પર WhatsAppનો ઉપયોગ કરી શકે છે, જેથી યુઝર્સ એક સાથે પાંચ ડિવાઇસીસ પર WhatsApp ચલાવી શકે.

શરૂઆતમાં થોડી સમસ્યા આવી શકે

સ્ક્રીનશોટમાં તે પણ જણાવવામાં આવ્યું છે કે આ સુવિધાને કારણે યુઝર્સને શરૂઆતમાં પર્ફોમન્સન અને ક્વોલિટીને લઈને થોડી મુશ્કેલી આવી શકે છે. પરંતુ ધીરે ધીરે આ સમસ્યા પણ સારી થઈ જશે.

whatsapp

એપ્લિકેશનને અપડેટ કરવાની જરૂર નથી

કંપનીનું કહેવું છે કે આ સુવિધા લાવ્યા પછી યુઝર્સે તેનો ઉપયોગ કરવા માટે લેટેસ્ટ વર્ઝન ઈન્સ્ટોલ કરવાની આવશ્યકતા રહેશે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે લિંક કરેલા ડિવાઈસ, મુખ્ય ડિવાઈસ પર એક્ટિવ ઇન્ટરનેટ કનેક્શન વિના કામ કરશે. 

યુઝર્સ જોઈ રહ્યા છે રાહ

વોટ્સએપ યુઝર્સ મલ્ટિ-ડિવાઇસ સુવિધાને લોંચ કરવાની રાહ જોઈ રહ્યા છે. જોકે મલ્ટિ-ડિવાઇસ ક્યારે મળશે તે અંગે WhatsApp દ્વારા હજી કોઈ પુષ્ટિ કરી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને બહુ જલ્દી લોંચ કરી શકે છે. લોકો લાંબા સમયથી આતુરતાથી આ સુવિધાની રાહ જોઈ રહ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

રાહત/ SBI Home Loanને લાવી ખુશખબર, મોનસુન ધમાકા ઓફરમાં મળશે આ મોટો ફાયદો

Damini Patel

સગીરનો હાથ પકડીને પ્રેમ વ્યક્ત કરવો જાતીય સતામણી નથી: પોક્સો કોર્ટે 28 વર્ષીય આરોપીને નિર્દોષ જાહેર કર્યા

Pravin Makwana

જમાઈરાજા બગડ્યા: પત્નિ અને સસરા ઘર જમાઈ બનાવવા માગતા હતા, જમાઈ એવો ભડક્યો કે વિજળીના થાંભલા પર ચડી બેઠો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!