GSTV
Home » News » મિનિટોમાં લોક કરી શકશો તમારું whatsapp આવી ગયું છે ફિંગરપ્રિન્ટ ફીચર, આ રીતે કરો ઉપયોગ

મિનિટોમાં લોક કરી શકશો તમારું whatsapp આવી ગયું છે ફિંગરપ્રિન્ટ ફીચર, આ રીતે કરો ઉપયોગ

મોટાભાગના યુઝર્સ મેસેજિંગ માટે વોટ્સએપની સુવિધાનો ઉપયોગ કરે છે. હવે યુઝર્સને એન્ડ્રોયડ એપમાં ફિંગરપ્રિન્ટ સિક્યોરિટી ફીચર આપ્યું છે. નવી અપડેટ પછી વોટ્સએપના એન્ડ્રોયડ યુઝર્સ ફિંગરપ્રિન્ટ સેન્સરની મદદથી એપને અનલોક કરી શકે છે. આ પહેલાં આ ફીચરને આઈઓએસ યુઝર્સ માટે શરૂ કરવામાં આવ્યું હતું.

વોટ્સએપનું ફિંગરપ્રિન્ટ એપ લોક ફીચર એવી રીતે કામ કરશે જે રીતે કોઈ એપ અથવા ફોનનું ફિંગરપ્રિન્ટ સેન્સરની મદદથી અનલોક કરશે. ફિંગરપ્રિન્ટથી લોક-અનલોકનું સેટિંગ તમે વોટ્સએપ એપના સેટિંગમાં જઈને કરી શકો છો. વોટ્સએપમાં તમને ઓટોમેટિક લોક થવા માટે ત્રણ વિકલ્પ મળશે જેમાં તરત, એક મિનિટ પછી અને 30 મિનિટ પછીનું વિકલ્પ સામેલ કરવામાં આવ્યું છે.

ઉદાહરણ તરીકે જો તમે એક મિનિટ વાળો વિકલ્પ પસંદ કરો છો તો એક મિનિટ પછી તમારું વોટ્સએપ લોક થઈ જશે, જેનાથી તમે તમારી ફિંગરપ્રિન્ટથી અનલોક કરી શકો છો. તેના સેટિંગ માટે તમે આ સ્ટેપ ફોલો કરી શકો છો. Settings > Account > Privacy > Fingerprint lock.આ ફીચરનો ઉપયોગ કર્યા પહેલા તમારું વોટ્સએપ અપડેટ કરવું જરૂરી છે.

Read Also

Related posts

ધારાસભ્યોને બચાવવા લાખો રૂપિયા વહાવી રહી છે કોંગ્રેસ, રાજસ્થાનની આ હોટેલના ભાવ સાંભળી ચોંકી જશો

NIsha Patel

3,300 કરોડના હવાલા રેકેટનો થયો પર્દાપાશ, આઈટીએ 42 જગ્યાએ પાડ્યા દરોડા

Arohi

ગુજરાતમાં ટ્રાફિક પોલીસ માટે આવ્યા નવા નિયમો, રાજકોટ અને અમદાવાદમાં આજથી થશે અમલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!