GSTV

WhatsApp માં આવ્યા નવા સ્ટીકર પેક, જાણો તેમાં શું છે ખાસ

Last Updated on June 12, 2019 by Alap Ramani

ઈંસ્ટન્ટ મેસેજિસ એપ વોટ્સએપમાં Opi સ્ટીકર્સ નામથી એક નવા સ્ટીકર પેકને એન્ડ્રોઈડ અને iPhone બંને યુઝર્સ માટે શરૂ કર્યા છે. આ સ્ટીકર પેકને ઈલસ્ટ્રેશન કોલંબિયન આર્ટિસ્ટ ઓસ્કર ઓસ્પિનાએ શરૂ કર્યા છે.

નવા સ્ટીકરમાં એક વાઈટ કલરનો બિયર છે, જે અલગ-અલગ ઈમોશન્સ સાથે પ્રોપ્સમાં જોવા મળશે. એ વાતનું ધ્યાન રાખવાનું છે કે નવા Opiસ્ટીકર તો શરૂ કરી દીધા છે, પરંતુ તેને યુઝ કરવા માટે આ એપની અંદર સ્ટીકર સેક્શનમાંથી ડાઉનલોડ કરવાનું રહેશે.
કરો આ સ્ટેપ્સનો ઉપયોગ
-whatsApp ઓપન કરો.

whatsapp status feature

-સ્ટીકર બટન પર ટેપ કરો.
-Opi સ્ટીકર શોધો અને ડાઉનલોડ બટન પર ટેપ કરો.
આ સ્ટીકર પેકની સાઈઝ 387KB છે અને તેમાં 30 સ્ટીકર સામેલ છે. આ સાથે ઓક્ટોબર 2018માં ios અને એન્ડ્રોયડ બંને યુઝર્સને આ લાભ મળ્યો હતો. Opi સ્ટીકરની સાથે હવે વોટ્સએપ ટોટલ 14 સ્ટીકર્સ સેટ્સની ઓફર આપે છે. તેમાં જૂના Cuppym Salty, Komo, Bibimbap Friends, Unchi एंड Rollie, Shiba Inu, Maladroits, Koko, Hatch, Fearless, Banana અને Biscuitનો પણ સમાવેશ થાય છે.


આ ઉપરાતં પણ એન્ડ્રોયડ યુઝર્સ પાસે ગૂગલ પ્લેમાંથી વધુ સ્ટીકર ડાઉનલોડ કરવાના પણ ઓપ્શન છે. યુઝર્સ લિસ્ટના બોટમમાં જઈને ગેટ મોર સ્ટીકર્સ ઓપ્શન પર ક્લીક કરી શકે છે. તાજેતરમાં જ WABetaInfo જાણવા મળ્યું છે કે વોટ્સએપ અનિમેટેડ સ્ટીકર લાવવાની પણ તૈયારી કરી રહ્યા છે. જણકારી છે કે આ એનિમેટેડ સ્ટીકર્સને ઉપલ્બ્ધ નથી કરવામાં આવ્યા, પરંતુ ટેસ્ટિંગ દરમિયાન તે કેટલીક જગ્યાએ પ્લેટફોમ્સ પર જોવા મળ્યા છે.

Read Also

Related posts

ડ્રેગનની દગાખોરી / એક તરફ વાતચીતનો ઢોંગ, બીજી તરફ સરહદી વિસ્તારમાં સતત કરી રહ્યું છે નિર્માણ કાર્ય

Zainul Ansari

યોગીનો માસ્ટરસ્ટ્રોક / વિધાનસભા ચૂંટણી પહેલા જ આ નિર્ણય લઈને ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ

Pritesh Mehta

Health / સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે Green Tea, આનું સેવન કરવાનો સૌથી ઉત્તમ સમય અને શ્રેષ્ઠ રીત જાણો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!