આ કારણે વ્હોટ્સએપે આપી સીરીયસ વૉર્નિગ, ઘણાં યૂઝર્સને કર્યા બેન

whatsapp warning

ફેસબુકની ઑનરશિપવાળું ઈન્સ્ટન્ટ મેસેન્જર વ્હોટ્સએપ સૌથી વધારે ઉપયોગ કરવામાં આવેલા કોમ્યુનિકેશન મીડિયમમાંથી એક બની ગયુ છે. ફક્ત ભારતમાં 20 કરોડથી વધારે એક્ટિવ યૂઝર્સવાળા આ એપના ઘણાં ફેક વર્ઝન પણ તૈયાર છે અને મોટી સંખ્યામાં યૂઝર્સ તેનો ઉપયોગ પણ કરી રહ્યાં છે.

વ્હોટ્સએપને ગૂગલ પ્લે સ્ટોર પર જઇને ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. આ એપ પર ચેટિંગની સાથે-સાથે વૉઈસ અને વીડિયો કૉલિંગનું પણ ઑપ્શન પણ મળે છે. વ્હોટ્સએપ અનઑથોરાઇઝ્ડ એપ્સ યૂઝ કરનારા યૂઝર્સને પ્રતિબંધ કરી રહ્યું છે અને વૉર્નિગ આપી છે.

થર્ડ પાર્ટી તરફથી વિકસિત કરાયેલી એપ્સમાં ઘણાં એકસ્ટ્રા ફીચર્સ પણ અપાઈ રહ્યાં છે. વ્હોટ્સએપનું કહેવુ છે કે થર્ડ પાર્ટીની આ એપ્સ ઑરીજનલ એપમાં છેડછાડ કરીને બનાવવામાં આવી છે. સાથે જ આ એપ્સ હેક થાય તેવી શંકા પણ છે. આ જ રીતે આ નકલી એપ્સનો યૂઝ કરનારા લોકોની પર્સનલ ડેટા, ચેટ હિસ્ટ્રી અને કોન્ટેક્સ રીસ્ક પર છે. પ્રાઈવસી અને ડેટા સિક્યોરીટી જાળવી રાખવા માટે વ્હોટ્સએપે પોતાના મેસેજિંગ પ્લેટફોર્મ પરથી થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરનારા ઘણાં યૂઝર્સ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. વ્હોટ્સએપે આ પહેલા ઘણી વખત વૉર્નિગ આપી છે.

પ્રતિબંધ કરાવવામાં આવેલા યૂઝર્સને એક મેસેજ જોવા મળશે, જેમાં લખ્યું છે, ‘Your phone number is banned from using Whatsapp. Contact support for help.’ જો તમને પણ એપ પર આવો મેસેજ જોવા મળી રહ્યો છે તો તાત્કાલિક એપ અનઈન્સ્ટૉલ કરવાની સાથે જ ગૂગલ પ્લે સ્ટોર પરથી સત્તાવાર વ્હોટ્સએપ ઈન્સ્ટોલ કરવુ પડશે, જેનાથી તમારી સર્વિસ રીસ્ટોર થઇ જશે. કેટલાંક મામલામાં યૂઝર્સની હિસ્ટ્રી રીસ્ટોર પણ થઇ શકશે નહીં.

ઉલ્લેખનીય છે કે, સાથે જ વ્હોટ્સએપ આવનારા દિવસમાં કેટલાંક નવા ફીચર્સ પણ યૂઝર્સ માટે રોલઆઉટ કરી શકે છે. જેમાં એડવાન્સ સર્ચ ફીચર પણ સામેલ છે, જેની મદદથી તસ્વીરો, gifs, વીડિયો, ડોક્યુમેન્ટ્સ, લિંક્સ અને ઑડિયો ફાઈલ્સ કેટેગરીના હિસાબથી અલગ-અલગ સર્ચ કરાઈ શકે છે. આગામી દિવસોમાં કંપની ગ્રુપ ઈન્વિટેશન, ડાર્ક મોડ અને ફિંગરપ્રિન્ટ લૉક જેવા ફીચર્સ પણ એડ કરી શકે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter