GSTV
Gujarat Government Advertisement

નવુ ફીચર/ WhatsAppમાં યુઝર લૉગઇન બનશે વધુ સુરક્ષિત! ફક્ત આ યુઝર્સને થશે ફાયદો

whatsapp

Last Updated on June 9, 2021 by Bansari

WhatsApp પોતાના લૉગ ઇન ઓટીપીને જલ્દી જ બદલવા જઇ રહ્યું છે. નવા બદલાવમાં તે વધુ સુરક્ષિત થઇ જશે. સાથે જ WhatsAppમાં વર્તમાન લૉગ ઇન ઓટીપી મેસેજ હવે ભૂતકાળની વાત થઇ જશે, અતવા તો એમ કહો કે ઓપ્શનલ થઇ જશે. WABetaInfoના તાજેતરના રિપોર્ટ અનુસાર WhatsApp એક ફ્લેશ કૉલ(Flesh Call) નામનાં ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. જેનો હેતુ યુઝર્સના WhatsApp લૉગિનની વર્તમાન ઓથેંટિસિટીને બદલવાનો છે. જેમાં વન ટાઇમ પાસવર્ડનો ઉપયોગ થાય છે.

ફ્લેશ કૉલમાં પણ તે જરૂરી હશે કે યુઝર પોતાનુ WhatsApp એક્સેસ આપે તેના ફોન ડાયલર થી અને કૉલ લિસ્ટમાં પણ. જો કે આ સુવિધા વૈકલ્પિક હશે. પરંતુ તે જોતા કે WhatsApp લોગિન ફ્લેશ કૉલને વધુ સુરક્ષિત વિકલ્પ તરીકે માની શકાય છે. પરંતુ જેવું કે કહેવામાં આવ્યું કે ફક્ત કેટલાંક યુઝર્સ જ તેનો ઉપયોગ કરી શકશે અને તે યુઝર્સ છે એન્ડ્રોયડ. જોકે આઇઓએસ યુઝર્સ હાલ આ વધુ સુરક્ષિત લૉગ ઇન ફીચરનો ઉપયોગ નહીં કરી શકે.

WhatsApp

ફ્લેશ કૉલ ફીચર માટે યુઝર્સને એપમાં પરમિશન આપવાની રહેશે

WhatsApp ફ્લેશ કૉલ ફીચર માટે યુઝર્સને એપમાં પરમિશન આપવાની રહેશે. એક વાર પરમિશન મંજૂર થઇ જાય તો ઓટોમેટિક WhatsApp સર્વર યુઝરના ફોનથી કૉલ કરશે અને પછી ઓટોમેટિક કટ થઇ જશે. આવું કરવાથી WhatsAppની જૂની રીત જેમાં ઓટીપી પાસવર્ડને મેન્યુલી અપડેટ કરવો પડતો હતો કે જરૂર પૂરી થઇ જાય તો પણ તે લોગિન માટે અટેમ્પ કરશે. જેવુ કે પાછલાં કેટલાંક દિવસોમાં તે સામે આવ્યું હતું કે ઘણા સ્કેમર્સ પાછલા ઘણાં સમયથી હેકિંગના પ્રયાસ કરી રહ્યાં હતા. તાજેતરમાં જ હેકમાં તે સમે આવ્યું હતું કે એક હેકરે યુઝરનો ઓટીપી એક્સેસ કરીને તેની તમામ વિગતો ચોરી લીધી હતી.

WhatsApp ફક્ત કૉલ લૉગ અને ડાયલરને એક વાર એક્સેસ કરશે

એક રિપોર્ટ અનુસાર આ ફીચર પર હજુ કામ કરવામાં આવી રહ્યું છે અને WhatsApp યુઝર્સને તેને લોન્ચ કરવાની સારી રીત શોધી રહ્યું છે. હાલ બીટા અપડેટ રિપોર્ટમાં સામે આવેલી WhatsApp ઓટોમેટિક વેરિફિકેશન કૉલ સ્ક્રીન એપને જણાવે છે કે તેને પરમિશનની જરૂર શા માટે છે, સિંગલ લાઇન પ્રોમિસ સાથે કે WhatsApp ફક્ત કૉલ લૉગ અને ડાયલરને એક વાર એક્સેસ કરશે, તે બાદ નહી. સ્ક્રીન યુઝર્સને કૉલ પ્રોસેસ સાથે વેરિફિકેશનની ડિટેલ કરતા પેજ સાથે પણ જોડશે.

WhatsApp

આ કારણે iPhone યુઝર્સ નહીં કરી શકે યુઝ

જો કે ભલે આ ફીચર Android માટે લોન્ચ કરવામાં આવી રહ્યું હોય પરંતુ iOS યુઝર્સ આ સુવિધાનો લાભ નહી લઇ શકે કારણ કે Apple એક API લોન્ચ નથી કરતું જે કોઇ પણ એપને યુઝર્સના ડાયલર અને કૉલ લિસ્ટ સુધી એક્સેસ આપે. જેનો અર્થ એ છે કે તમામ iPhone યુઝર્સ WhatsAppમાં લૉગ ઇઈન કરવા માટે ઓટીપી પર નિર્ભર રહેશે. કૉલિંગ સેવાને એપને સ્કેમરનો ઉકેલ લાવવામાં મદદ કરવી જોઇએ કારણ કે તે તમામ મેનુઅલ ઇનપુટને બાયપાસ કરે છે અને તેથી એટેકર્સને યુઝર્સના એકાઉન્ટના જબરદસ્તી કંટ્રોલનો પ્રયાસ કરવાનો કોઇ રસ્તો નથી આપતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સારવાર / 60 હજારના ઈન્જેક્શનની કમાલ, કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ ધરમૂળથી નાબુદ, 24 કલાકમાં લક્ષણ પણ ગુમ

Harshad Patel

તમે દર મહિને 42 રૂપિયા રોકાણ કરી મેળવો 1000 રૂપિયા પેન્શન, અટલ પેન્શન યોજનામાં સુરક્ષા પણ અને નાણાં પણ

Vishvesh Dave

ખુશખબર/ DAની જાહેરાત પહેલાં આ સરકારી કર્મચારીઓ માટે આવ્યા આનંદના સમાચાર, મેડિક્લેમની મર્યાદા 5 ગણી વધી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!