આંગળીના ઇશારે આ રીતે ખોલો Whatsapp, આ ખાસ ફિચરના કારણે હવે સિક્યોર રહેશે તમારી ચૅટ

Whatsapp પોતાના યુઝર્સને વધુ સારી સર્વિસીઝ પૂરી પાડવા માટે સતત નવા નવા ફિચર્સ એડ કરતું રહે છે. તાજેતરમાં જ સિંગલ સ્ટીકર ડાઉનલોડ અપડેટ બાદ હવે કંપનીએ નવુ ફિચર લૉન્ચ કર્યું છે. Whatsapp દ્વારા એપમાં લેટેસ્ટ ઓથેન્ટિકેશન ફિચર રોલઆઉટ કરી દેવામાં આવ્યું છે જેથી તમારી ચેટ સિક્યોર થઇ જશે.

આ નવા ફિચરનો ફાયદો એ થશે કે Whatsapp તમારો ચહેરો અથવા ફિંગપ્રિન્ટથી જ ઓપન થઇ જશે. WABeraInfoની ટ્વિટ અનુસાર કંપનીએ આ અપડેટને બીટા 2.19.20.19 માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

જણાવી દઇએ કે હાલ આ નવું ફેસ અનલૉક ફિચર ફક્ત iOS યુઝર્સ માટે શરૂ કરવામાં આવ્યું છે જેને iPhone યુઝર્સના વૉટ્સએપમાં ફિંગરપ્રિન્ટ લૉક એડ થઇ જશે. એટલે કે iPhone યુઝર્સ પોતાના વૉટ્સએપને આંગળીના ઇશારે ખોલી શકશે.

આવ્યું સ્ટીકરનું આ નવું ફિચર

કંપનીએ એન્ડ્રોઇડ એપ માટે નવું બીટા વર્ઝન લોન્ચ કર્યું છે, જે WABetaInfoએ સ્પોટ કર્યું છે. આ નવા ફિચરની મદદથી યુઝર્સ સિંગલ સ્ટીકર પણ ડાઉનલોડ કરી શકે છે.

હાલમાં જ યુઝર્સને એક સ્ટીકર માટે આખું સ્ટીકર પેક ડાઉનલોડ કરવું પડે છે, પરંતુ WABetaInfo પર સ્પોટ કરવામાં આવેલા બીટા વર્ઝનના 2.19.33માં પસંદગી પ્રમાણે સ્ટીકર ડાઉનલોડ કરી શકાશે. સિંગલ સ્ટીકર ડાઉનલોડ કરવા માટે બીટા અપડેટ લાઇવ થઇ ગયું છે અને ટૂંક સમયમાં જ આનું સ્ટેબલ અપડેટ આવી જશે.

WhatsAppના આ નવા ફિચરના ઉપયોગ માટે તમારે Android beta 2.19.33 વર્ઝન અપડેટ કરવું પડશે. આ પછી તમારે સ્ટીકર સ્ટોરમાં જવું પડશે અને જે સ્ટીકરને ડાઉનલોડ કરવા માગે છે તેને થોડીવાર પ્રેસ કરવું પડશે. આ પછી તમારી સામે વિકલ્પ આવશે કે તમે કયા સ્ટીકરને પસંદ કરવા માગો છે. જેનાથી તમે સિંગલ સ્ટીકર ડાઉનલોડ કરી શકશો. ઉપરાંત તમે સિંગલ સ્ટીકરની ડાઉનલોડ સાઇઝ પણ જોઇ શકશો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter