GSTV
Home » News » વૉટ્સએપમાં આવે કોઇ આવો મેસેજ તો ચેતી જજો, બચવાનો છે માત્ર એક જ રસ્તો

વૉટ્સએપમાં આવે કોઇ આવો મેસેજ તો ચેતી જજો, બચવાનો છે માત્ર એક જ રસ્તો

વૉટ્સએપમાં એક ખામી જોવા મળી છે, જે MP4 Video Files દ્વારા એપને હેક કરી શકે છે. કંપનીએ તેનું નામ CVE-2019-11931 રાખ્યું છે. આ ખામી એન્ડ્રોઇડ અને iOS બંને મુખ્ય ઓપરેટિંગ સિસ્ટમમાં છે.

કંપનીને હજી સુધી ખબર નથી પડી કે આ ખામીના કારણે કોઇ હેકિંગનું શિકાર બન્યું છે કે નહીં. ભારતની કમ્પ્યૂટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે આ ખામીને હાઈ રિસ્ક વાળી કેટેગરીમાં મૂકી છે.

શું કરવું વૉટ્સએપ યૂઝર્સે?
WhatsApp MP4 Video વાળી આ ખામીના કારણે ડેટાને બચાવવાનો એક જ રસ્તો છે, તરત જ વૉટ્સએપને અપડેટ કરવું. કંપનીએ લેટેસ્ટ વર્ઝનમાં આ ખામીને ફિક્સ કરી દીધી છે.

વૉટ્સએપની પેરેન્ટ કંપની ફેસબુકે 14 નવેમ્બરે આ ખામી શોધી. કંપનીના જણાવ્યા અનુસાર, આ ‘એક સ્ટેક-બેઝ્ડ બફર આઉટફ્લો છે જેને વૉટ્સએપ યૂઝર્સને બનાવવામાં આવેલ MP4 Video ફાઇલ મોકલી ટ્રિગર કરી શકાય છે.’

વૉટ્સએપ માટે ભારત સૌથી મોટું બજાર છે. અહીં તેના 40 કરોડ કરતાં વધારે યૂઝર્સ છે. થોડા જ દિવસ પહેલાં વૉટ્સએપે ઈઝરાયલની કંપનીNSO ગૃપ પર Pegasus સ્પાઈવેયર દ્બારા જાસૂસીનો આરોપ મૂક્યો હતો.

Related posts

ડુંગળી પછી હવે મોંધી થશે જીવન જરૂરી દવાઓ, સરકારે 50% કિંમતમાં વધારાની આપી મંજૂરી

Mansi Patel

સનીની વેબસીરીઝમાં પાર થઇ બોલ્ડનેસની તમામ હદો, તમે રાગિની MMS રિટર્ન 2નું Trailer જોયુ કે નહી?

Bansari

જો તમારું પાન કાર્ડ ખોવાઈ જાય તો ન કરો ચિંતા, થોડા જ રૂપિયા ખર્ચવા પર મળશે બીજું પાન કાર્ડ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!