GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

Whatsapp પર આ પ્રકારનો મેસેજ આવે તો બિલ્કુલ ક્લિક ન કરતાં, લોકડાઉનમાં સ્કેમરે એવી લોભામણી લાલચ આપી છે કે તમે ફસાશો

Whatsapp પર અસંખ્ય મેસેજ આવે છે. જેના તમામ મેસેજ સાચા હોવાનું માની મેસેજ પર મોટાભાગના લોકો ક્લિક કરતાં હોય છે. હાલમાં જ વોટ્સએપ પર એક પ્રોડક્ટની ઓફરનો મેસેજ વાઈરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, Heinekenની બ્રાંડ તરફથી લોકડાઉનમાં મફતમાં બીયર આપવામાં આવે છે. એ મેસેજમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કંપની તરફથી એક સર્વે કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ચાર બીયર ફ્રીમાં આપવામાં આવશે.

Heineken કંપનીએ આપ્યું નિવેદન

Heineken દ્રારા પણ એવું સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે કે કંપનીનો વાઈરલ મેસેજ એ એક પ્રકારનું સ્કેમ છે જ્યારે કંપનીએ આવી કોઈ ઓફર આપી નથી. આવા સ્કેમ ખૂબ જ કોમન છે અને તેના ફિશિંગ અટેક્સનો અર્થ તમારી પ્રાઈવેટ ડિટેલ ચોરવાનો છે. આ સિવાય સ્કેમની મદદથી તમારો ટાઈમ વેસ્ટ કરવાની સાથે સાથે સ્કેમર કમાણી પણ કરી લે છે.

એક યુઝરે ધ્યાન દોર્યું

વોટ્સએપ પર ધડાધડ શેર થઈ રહેલા આ મેસેજને બાદમાં એક યુઝરે ટ્વીટર પર નાખ્યો હતો અને કંપની સાથે શેર કર્યો હતો. કંપનીએ પણ આ યુઝરના જવાબમાં કહી દીધું કે આ સ્કેમ છે. પ્લીઝ આની સાથે આપવામાં આવેલી લીન્ક પર ક્લિક કરવામાં ન આવે.

URLને સમજો

યુઝર્સ પણ આવા કોઈ પણ મેસેજ પર વિશ્વાસ કરી ક્લિક ન કરે. આ સિવાય કંપની કોઈ દિવસ વોટ્સએપ પર આવી લોભામણી લાલચો આપતી નથી. કોઈ પણ લીન્ક પર ક્લિક કરતા પહેલાં તેની URLને ક્રોસચેક કરવાની સમજદારી રાખો. અન્યથા આરામથી ફીશિંગ અટકેની જાળમાં ફસાઈ જશો.

READ ALSO

Related posts

યુદ્ધ ઉન્માદી ચીને લદ્દાખ મોરચે કેમ કરી પીછેહટ, આ છે 3 કારણો

Mansi Patel

શ્રમિક સ્પેશિયલ ટ્રેનો તો ખૂબ દોડી પણ આ રાજ્યમાંથી પહેલી વખત ‘શ્રમિક સ્પેશિયલ ફ્લાઈટે’ ભરી ઉડાન

Arohi

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના આ 5 ધારાસભ્યો નહીં કરી શકે મતદાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!