GSTV
Home » News » દુનિયાભરમાં Whatsapp, Facebook, Instagram થયા ઠપ્પ, યુઝર્સ ભડક્યા

દુનિયાભરમાં Whatsapp, Facebook, Instagram થયા ઠપ્પ, યુઝર્સ ભડક્યા

સોશિયલ મીડિયા યુઝર્સ માટે એક મહત્વના સમાચાર છે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ આખી દુનિયામાં ઠપ થઈ ગયા છે. એવામાં જો તમારૂ પણ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ બરાબર કામ ન કરતું હોય તો મુશ્કેલીની કોઈ વાત નથી. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ મોબાઈલ કે પીસી પર નથી ખુલી રહ્યા. એટલા સુધી કે ફેસબુક.કોમ પર પણ નથી ખુલી રહ્યું. વ્હોટ્સએપ પર મેસેજ આવતા-જતા નથી.

facebook down outage

લગભગ એક મહિના પહેલા પણ ફેસબુક ડાઉન થઈ ગયું હતું. તે સમયે 24 કલાક સુધી ઠપ્પ રહ્યું હતું. કઈ પણ એક્સેસ નહોતું થઈ રહ્યું. લોકો ટ્વીટ કરીને પોતાની મુશ્કેલી જણાવી રહ્યા હતા. ગયા વખતના સ્લો ડાઉનના કારણમાં સાયબર એટેક જવાબદાર હોવાનું સંભળાયું હતું.

જો કે, ફેસબુકે સાયબર એટેક જેવી કોઈ પણ ઘટનાનું ખંડન કર્યું હતું. દુનિયાભરમાં 227 કરોડ લોકો ફેસબુક વાપરે છે, એટલે આમાં 10 ટકા એટલે લગભગ 22 કરોડ તો ભારતીયો છે.

ફેસબુકમાં આવેલ સમસ્યા સંબંધિત માહિતી અનુસાર, ભારતમાં સાંજે 4 વાગ્યાથી ફેસબુકમાં આ મુશ્કેલી આવી રહી છે. ફેસબુક ડાઉનની વધુ અસર અમેરિકા, મલેશિયા અને તુર્કી પર પડી છે.

Read Also

Related posts

હાઇકોર્ટે સરકાર અને કોર્પોરેશનો લીધો ઉધડો,કહ્યું કેરી…

Path Shah

વડોદરામાં લાખો લોકોએ ગંદુ પાણી પીધું, અઢી મહિના પછી ખબર પડી કે…

Riyaz Parmar

વિશ્વ પ્રસિદ્ધ ઘડિયાળ કંપની ટગ હુયર અમદાવાદમાં, નવી એડિશન લોન્ચ

Path Shah