GSTV

ભારતમાં ડાઉન થયુ વોટ્સએપ, સ્ટિકર્સ અને મીડિયા ફાઈલ્સ મોકલવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી

whatsapp

પોપ્યુલર મેસેજીંગ સર્વિસ વોટ્સએપ ભારતમાં અચાનક ડાઉન થઈ ગઈ છે. રવિવારે સાંજે વોટ્સએપ ડાઉન થવાના કારણે યુઝર્સને એપ પર સ્ટિકર્સ અને મીડિયા ફાઈલ્સ મોકલવામાં મુશ્કેલી થઈ રહી છે. ભારતનાં કરોડો યુઝર્સે વોટ્સએપ ડાઉન થવાની ફરિયાદ કરી અને બાકીના અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના વિશે લખી રહ્યા છે.

વોટ્સએપ યુઝર્સે પ્લેટફોર્મ ડાઉન થવાની ફરિયાદ તો કરી જ છે સાથે ઈન્ટરનેટ સર્વિસ પણ ડાઉન થવા પર નજર રાખનારી અને તેને મોનીટર કરતી વેબસાઈટ Downdetector તરફથી કન્ફર્મ કરવામાં આવ્યુ છેકે, ભારતમાં વોટ્સએપ ડાઉન થઈ ગયુ છે. યુઝર્સને સ્ટિકર્સ મોકલવામાં મુશ્કેલી થઈ રહી છે.

whatsapp status feature

હજારો યુઝર્સે કર્યો રિપોર્ટ

ડાઉનડિટેક્ટર તરફથી કહેવામાં આવ્યું છે કે સાંજના 6 વાગ્યા સુધીમાં ત્રણ હજારથી વધુ યુઝર્સે વોટ્સએપમાં સમસ્યાઓનો રિપોર્ટ નોંધાવ્યો છે. લગભગ 57 ટકા યુઝર્સને મેસેજ, સ્ટીકરો અને મીડિયા ફાઇલો મોકલવામાં અથવા રિસિવ કરવામાં મુશ્કેલી આવી, જ્યારે 41 ટકા લોકોને કનેક્શનની સમસ્યા વિશે જાણ કરી હતી.

આવી રહી છે આ સમસ્યા

ભારત સિવાય, યુ.એ.ઈ., જર્મની, સ્પેન અને ફ્રાન્સ જેવા દેશોમાં પોપ્યુલર મેસેજિંગ પ્લેટફોર્મ યોગ્ય રીતે કામ કરી રહ્યું નથી. દિલ્હી, હૈદરાબાદ અને બેંગ્લોર જેવા શહેરોના યુઝર્સે લખ્યું છે કે પ્લેટફોર્મને કેટલીક ટેક્નિકલ ખામીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ટેક્સ્ટ મેસેજીસ મોકલવામાં આવી રહ્યાં છે, પરંતુ મીડિયા ફાઇલો મોકલતી વખતે, Retry કરવું પડી રહ્યુ છે અને ફાઇલો જઈ રહી નથી.

READ ALSO

Related posts

જાસૂસના હથિયાર તરીકે વપરાતી ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર એપમાં રહેલી આ ખામીઓ હવે થશે દૂર

Dilip Patel

બિહાર/ NDAમાં નક્કી થઈ ગયું કઈ પાર્ટીને કેટલી મળશે સીટ, 104 પર JDU અને 100 પર લડશે BJP

Pravin Makwana

આ ટાઈપના છોકરાઓ પાછળ મોહી જાય છે છોકરીયું, નથી કરી શકતી જાત પર કંટ્રોલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!