GSTV

Whatsapp થઇ ગયું ઠપ્પ: ભારત સહિત દુનિયાભરના કરોડો યુઝર્સ પરેશાન, લૉગઇન કરવામાં પણ થઇ મુશ્કેલી

whatsapp

લોકપ્રિય મેસેજિંગ એપ Whatsappના ડાઉન થવાના કારણે દુનિયાભરમાં યુઝર્સે પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. ડાઉન ડિટેક્ટર અનુસાર યુઝર્સને 1.32 વાગ્યાથી Whatsapp યુઝ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડ્યો. 72 ટકા યુઝર્સને કનેક્શનના મુદ્દે, મેસેજ મોકલવા અને મેળવવાની સાથે સાથે લોગઇન કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

QR

Android અને iOS બંને પર 1.5 બિલિયનથી વધુ યુઝર્સ, એપમાં લૉગ ઇન કરવામાં અસમર્થ હતા. કંપની દ્વારા હજુ સુધી સમસ્યા દૂર કરવા અંગે કોઇ ઘોષણા કરવામાં નથી આવી. ટ્વિટર સહિત અન્ય સોશિયલ મીડિયા પર યુઝર્સે મેસેજિંગ એપ્લીકેશન સાથે આવેલી આ સમસ્યાઓ વિશે પોસ્ટ કરી છે.

લોગઇન કરવામાં પણ સમસ્યા

1.5 બિલિયન યુઝર્સ માંથી ઘણા એન્ડ્રોઇડ અને આઇઓએસ યુઝર્સને એપ્લિકેશનમાં લોગીન કરવામાં સમસ્યા આવી. જેનું કારણ હજુ પણ કંપની દ્વારા જાહેર કરવામાં આવ્યું નથી. ટ્વીટર સહીત ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુઝર્સ લોકપ્રિય ક્રોસ-પ્લેટફોર્મ મેસેજિંગ એપ્લિકેશન Whatsapp જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે અંગે પોસ્ટ કર્યું હતું,

એક યુઝરે ટ્વીટર પર લખ્યું હતું, “કોઈએ નોટિસ કર્યું કે Whatsapp ડાઉન છે, કે માત્ર મેં એ નોટિસ કર્યું.”
અય એક યુઝરે લખ્યું, ” એપ્લિકેશન અનઇન્સ્ટોલ, ફરી ઇન્સ્ટોલ અને ફોન રિબૂટ કરવા છતાં WhatsApp is down.””હું ટ્વીટર પર એ સુનિશ્ચિત કરવા આવ્યો છું કે શું વ્હોટ્સએપ ખરેખર ડાઉન છે #Whatsapp.” એક યુઝરે લખ્યું હતું,ટ્વીટર પર #whatsappdown ટ્રેન્ડ થવા લાગ્યું હતું

Read Also

Related posts

દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે

Mansi Patel

સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…

Ali Asgar Devjani

મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!