GSTV
Auto & Tech Gujarat Samachar Technoworld Trending

હવે WhatsAppથી ડાઉનલોડ કરી શકશો પાન કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સ, જાણો કેવી રીતે

સામાન્ય લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને સરકારે ખૂબ જ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. હવે કોઈ પણ વ્યક્તિ જરૂર પડ્યે WhatsApp દ્વારા Digilockerમાં સેવ કરેલ PAN કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ જેવા મહત્વના દસ્તાવેજોને સરળતાથી એક્સેસ કરી શકશે અને ડાઉનલોડ કરી શકશે. આ સુવિધા સામાન્ય લોકો માટે ઘણી સુવિધાજનક સાબિત થઈ શકે છે.

જાણો શું છે તેનો હેતુ

સરકારી સેવાઓ સુલભ, સમાવેશી અને પારદર્શક બનાવવાના ધ્યેય સાથે સરકારે આ પહેલ કરી છે. આ પહેલ હેઠળ, કોઈપણ નાગરિક WhatsApp પર MyGov Helpdesk દ્વારા Digilockerમાં સાચવેલા દસ્તાવેજોને ઍક્સેસ અને ડાઉનલોડ કરી શકે છે.

પીઆઈબીએ ટ્વિટ કરીને આપી માહિતી

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) એ ટ્વિટ કર્યું છે કે, “નાગરિકો હવે પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહન નોંધણી પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો ઍક્સેસ કરી શકે છે. લોકો @mygovindia Helpdesk દ્વારા WhatsApp પર Digilocker સંબંધિત સેવાઓને ઍક્સેસ કરી શકે છે”

WhatsApp

આ રીતે મેળવી શકશો આ સુવિધા

WhatsApp નો ઉપયોગ કરતા લોકો WhatsApp નંબર +91 9013151515 પર ‘નમસ્તે અથવા Hi અથવા Digilocker’ મોકલી શકે છે. આ પછી તેઓ ડિજીલોકરની સેવાઓનો ઉપયોગ કરી શકશે. આના દ્વારા, DigiLocker અકાઉન્ટ સેટઅપ અથવા વેરિફાઈ કરી શકાય છે. એટલું જ નહીં, વોટ્સએપ પર પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહન નોંધણી પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો ડાઉનલોડ કરી શકાય છે.

જાણો શું છે Digilocker

Digilocker એ વિવિધ દસ્તાવેજો અને પ્રમાણપત્રો જારી કરવા અને ચકાસવા માટેનું એક ડિજિટલ પ્લેટફોર્મ છે. આ ભૌતિક દસ્તાવેજોની જરૂરિયાતને દૂર કરે છે. PIB અનુસાર, નવી સેવાઓ હેઠળ, રહેવાસીઓ આ દસ્તાવેજોને સરળતાથી ઍક્સેસ કરી શકે છે:

  • પાન કાર્ડ
  • ડ્રાઈવિંગ લાયસન્સ
  • CBSE ધોરણ 10ની માર્કશીટ
  • વાહન નોંધણી પ્રમાણપત્ર (RC)
  • વીમા પોલિસી – ટુ વ્હીલર
  • CBSC ધોરણ 12ની માર્કશીટ
  • 12મા ધોરણની માર્કશીટ
  • વીમા પૉલિસી દસ્તાવેજો

READ ALSO:

Related posts

શું વસુંધરા રાજેએ રાજસ્થાનમાં સર્જી સમસ્યા? ધારાસભ્ય પક્ષની બેઠક ટળી

Nelson Parmar

ભારતીય સેના AI સંચાલિત શસ્ત્રોનો કરશે ઉપયોગ, સરહદ નજીક લડાઈમાં દુશ્મનનો કરશે નાશ

Nelson Parmar

સરપંચથી લઈને સીએમ સુધીની સફર: વિષ્ણુદેવ સાયને મળી છત્તીસગઢના નવા કેપ્ટન, જાણો તેમની રાજકીય જીવન વિશે…

Rajat Sultan
GSTV