GSTV

રાહતના સમાચાર: યુઝર્સની નારાજગીને કારણે ત્રણ મહિના માટે ટળી WhatsAppની નવી પ્રાઈવસી પૉલિસી

Whatsapp

WhatsApp ટર્મ એન્ડ કંડીશનને લઈને લોકોની વધતી નારાજગીની વચ્ચે ફેસબુકની માલિકીવાળી મેસેજીંગ એપે જાહેરાત કરી છેકે, તેણે પ્રાઈવેસીને (Privacy)ને અપડેટ કરવાનો પ્લાન ત્રણ મહિના માટે ટાળી દીધો છે. કંપનીનું કહેવું છેકે, Privacy Policyને લઈને યુઝર્સમાં ભ્રમ છે. એટલા માટે ત્રણ મહિનાનો સમય આપવાથી યુઝર્સને પૉલિસી વિશે જાણવાનો અને તેની સમીક્ષા કરવાનો વધારે સમય મળશે.

WhatsAppએ જણાવ્યુકેસ લોકોની વચ્ચે ફેલાયેલી ખોટી જાણકારીઓને કારણે વધી રહેલી ચિંતાને લીધે Privacy અપડેટને ટાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. WhatsAppએ એવું પણ કહ્યુ છેકે, Privacy પૉલિસીના આધાર પર ક્યારેય પણ એકાઉન્ટે હટાવવાની યોજના બનાવવામાં આવી નથી અને ભવિષ્યમાં પણ આવી કોઈ યોજના નથી.

whatsapp

કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યુ છેકે, 8 ફેબ્રુઆરીએ કોઈ પણ WhatsApp એકાઉન્ટ સસ્પેન્ડ કે ડિલીટ કરવામાં આવશે નહી. WhatsApp પર Privacy અને સિક્યોરિટી કેવી રીતે કામ કરે છે તેના વિશે જાણકારી આપવા માટે અમે વધારે ઘણું કરવા જઈ રહ્યા છીએ. 15 મેના રોજ નવું અપડેશન ઓપ્શન ઉપલબ્ધ થતાં પહેલાં અમે પોલિસી વિશે લોકોનો ભ્રમ દૂર કરી દઈશું.

આ પહેલાં કહેવામાં આવ્યુ હતુકે, WhatsApp 8 ફેબ્રુઆરી 2021એ પોતાની ટર્મ ઓફ સર્વિસ અપડેટ કરવા જઈ રહ્યુ છે. જો WhatsApp યુઝર્સ તેનાંથી એગ્રી નથી તો તે WhatsAppનો ઉપયોગ કરી શકશે નહી. આ કારણે ઘણા લાખો યુઝર્સ સિગ્નલ અને ટેલિગ્રામ જેવી એપ્લિકેશન્સ પર જતાં રહ્યા છે. જોકે, કંપનીએ હવે પ્રાઈવેસી અપડેટ પ્લાનને ટાળી દીધો છે.

whatsapp

કેમ થઈ રહ્યો છે WhatsAppની નવી પૉલિસીનો વિરોધ

નાના વેપારીઓનાં સંગઠન કંફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)નો દાવો છેકે, WhatsAppની નવી પ્રાઈવસી પોલીસીમાં યુઝર્સનાં દરેક પ્રકારનાં ડેટાનો ઉપયોગ કરવામાં આવશે. તેમાં ખાનગી જાણકારીઓથી લઈને, ટ્રાન્ઝેક્શનની જાણકારી, સંપર્ક, લોકેશન અને અન્ય મહત્વપૂર્ણ જાણકારીઓ સામેલ છે. જેને WhatsApp એકત્રિત કરશે. તે બાદ તે કોઈ પણ પ્રયોજન માટે તેનો ઉપયોગ કરી શકે છે. તેમનું કહેવું છેકે, દેશમાં WhatsApp, Facebookના લગભગ 40 કરોડ યુઝર્સ છે. એવામાં દરેક યુઝર્સનાં ડેટા સુધી પહોંચ હોવાના કારણે દેશની અર્થવ્યવસ્થા પર ઘેરું સંકટ છે. તો સાથે જ દેશની સુરક્ષા માટે પણ ઘાતક છે.

શું છે આખો મામલો?

WhatsAppએ હાલમાં જ તેનાં યુઝર્સની સર્વિસની શરતો અને પ્રાઈવેસી પોલિસીને લઈને જણાવ્યુ હતુકે,તે કેવી રીતે યુઝર્સનાં ડેટાનું પ્રોસેસિંગ કરે છે અને તેને ફેસબુક સાથે શેર કરે છે. અપડેટમાં એવું પણ કહેવામાં આવ્યુ છેકે, WhatsAppની સર્વિસનો ઉપયોગ ચાલું રાખવા માટે યુઝર્સે 8 ફેબ્રુઆરી 2021 સુધીમાં નવી શરતો અને પોલિસીની સાથે સહમત થવું પડશે. અહીંથી જ પોલિસીની સાથે બબાલ શરૂ થઈ હતી.

READ ALSO

Related posts

રાહતના સમાચાર / પેટ્રોલ-ડીઝલ પર લોકોને જલ્દી મળી શકે છે રાહત, મોદી સરકાર કરી રહી છે આ તૈયારી

Mansi Patel

તાલુકા પંચાયત પરિણામ : ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના ગઢમાં AAPનું ઝાડુ ફરી ગયું , સુરતની આ બેઠક પર મારી બાજી

Mansi Patel

LIVE: સૌથી મોટા સમાચાર, કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું, ધારી તાલુકાની ભાડેર બેઠક આપના ફાળે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!