GSTV
Auto & Tech Trending

WhatsApp Contact Card: વોટ્સએપ વિન્ડોઝ એપ માટે લાવ્યું અદભૂત ફીચર, આ રીતે કામ કરશે

મેટાનું સ્વામિત્વવાળું વોટ્સએપ યુઝર્સને સારી સુવિધાઓ આપવા માટે સતત નવા-નવા ફીચર્સ અને અપડેટ જાહેર કરી રહ્યું છે. આ કડીમાં હવે વોટ્સએપે કોન્ટેક્ટને શેર કરવાનું ફીચર કોન્ટેક્ટ કાર્ડ શેરને બીટા ટેસ્ટિંગ માટે જાહેર કરી દીધું છે. ઈંસ્ટેટ મેસેજિંગ એપ વોટ્સએપના આ ફીચરની મદદથી હવે તમે તમારા વોટ્સએપ વિન્ડોઝ એપથી કોન્ટેક્ટને સરળતાથી શેર કરી શકો છો. જણાવી દઈએ કે તાજેતરમાં કંપનીએ વિન્ડોઝ એપ માટે પોલ ફીચર્સને જાહેર કર્યું હતું.

શું છે નવું કોન્ટેક્ટ કાર્ડ શેર ફીચર?

વોટ્સએપના અપકમિંગ ફીચરને ટ્રેક કરનારી વેબસાઇટસે નવા ફીચર વિશે જાણકારી આપી છે. WAbetaInfo અનુસાર આ ફીચરમાં વોટ્સએપ યુઝર્સ થોડા જ સમયમાં વિન્ડોઝ ક્લાઈન્ટ પર પણ તેમના ફોનબુકમાં હાજર કોન્ટેક્ટ કાર્ડ કરી શકશે. હકીકતમાં, હાલમાં વોટ્સએપના મોબાઈલ એપમાં જ કોન્ટેક્ટને શેર કરવાની સુવિધા મળે છે. હવે કંપની આ ફીચરને વિન્ડોઝ એપ માટે પણ જાહેર કરવાની છે. વોટ્સએપ યુઝર્સ આ ફીચરની મદદે સામાન્ય કોન્ટેક્ટની જેમ સરળતાથી કોન્ટેક્ટ શેર કરી શકશે અને કોન્ટેક્ટને રિસીવ કરનારા યુઝર્સ પણ વગર કોઈ ફેરફારે તેને સેવ કરી શકશે.

આ રીતે કરશે કામ

આ ફીચરને હાલમાં કેટલાંક બીટા યુઝર્સ માટે જાહેર કર્યું છે. તેના માટે તેમણે પહેલા વિંડો 2.2247.2.0 અપડેટ કરવું પડશે. જો તમારા વોટ્સએપ વિન્ડોઝ એપમાં નવું અપડેટ મળી ગયું છે તો તમે લેપટોપની મદદથી જ સરળતાથી કોન્ટેક્ટ શેર કરી શકશો. તે માટે યુઝર્સને ચેટ બોક્સ પાસે આપેલ અટેચમેન્ટ આઇકન પર ક્લિક કરવાનું છે, તે પછી અહિયાં નવા કોન્ટેકટનું ઓપ્શન જોવા મળશે. કોન્ટેક્ટ પર ક્લિક કરતાં તમારા લેપટોપમાં ફોનબુક ઓપન થઈ જશે. હવે અહિયાંથી જે પણ કોન્ટેક્ટ તમે શેર કરવા માંગો છો તેને સિલેકટ કરો અને સેંડ કરો.

વોટ્સએપ પોલ ફીચર્સ

પોલ ફીચરને લઈને વોટ્સએપ લાંબા સમયથી ટેસ્ટિંગ કરી રહ્યું હતું અને હવે આ ફીચરને જાહેર કર્યું છે. વોટ્સએપ પોલને એન્ડ્રોઇડ અને આઈઓએસ બંને એપ પર ઉપયોગ કરી શકાશે. વોટ્સએપ પોલનો ઉપયોગ ગ્રુપ ચેટ અને ખાનગી ચેટ બંને માટે કરી શકાશે. જોકે, તે ગ્રુપ માટે પોલ ક્રિએટ કરવામાં આવશે માત્ર તે ગ્રુપના સભ્યો પોલને જોઈ શકશે. વોટ્સએપ પોલ માટે યુઝર્સને 12 ઓપ્શન સુધીની સુવિધા મળશે.

READ ASLO

Related posts

વનપ્લસ પેડમાં હશે મેગ્નેટિક કીબોર્ડની સુવિધા, જાણો તેની કિંમત કેટલી છે

Akib Chhipa

ફાઈલ સેવ કર્યા વિના બંધ કરી દીધું છે MS-WORD, આ રીતે કરી શકશો રિકવર

Akib Chhipa

Food For constipation/ કબજીયાતની સમસ્યામાં દવાનુ કામ કરે છે અજમો, આ રીતે પરોઠા બનાવીને ખાઓ

Siddhi Sheth
GSTV