GSTV
Home » News » Whatsapp ટેક્સ્ટ સ્ટેટસ બન્યું રંગીન, જુઓ કેવી રીતે કરશો?

Whatsapp ટેક્સ્ટ સ્ટેટસ બન્યું રંગીન, જુઓ કેવી રીતે કરશો?

બીટા ટેસ્ટિંગ પછી, છેવટે WhatsAppએ પોતાની એન્ડ્રોઇડ અને આઇફોન એપ માટે કલર્સ ટેકસ્ટ સ્ટેટ્સ લોન્ચ કર્યુ છે. આ ફિચર સૌથી પહેલા Facebook દ્વારા ગત વર્ષે એન્ડ્રોઇડ એપમાં લોન્ચ કરવામાં આવ્યુ હતુ. આ ફિચરની મદદથી યૂઝર WhatsApp પર એક કલરફૂલ બેકગ્રાઉન્ડ, ફોન્ટ અને ઇમોજી કૉમ્બિનેશનની સાથે સ્ટેટ્સ અપડેટ કરી શકશે.

એક રિપોર્ટ અનુસાર, WhatsAppએ પુષ્ટિ કરતા કહ્યુ કે, કલર ટેક્સ્ટ ફિચરને એન્ડ્રોઇડ અને iOSના દરેક યૂઝર માટે રૉલ આઉટ કર્યુ છે. જોકે આ ફિચર એપને અપડેટ કર્યા બાદ દરેક યૂઝર્સ જોવા મળશે. WABetaInfoની રિપોર્ટ અનુસાર, એન્ડ્રોઇડ અને iOS પર તબક્કાવાર એક્ટિવેટ કરવામાં આવશે અને તેણે સંપૂર્ણ રીતે રૉલ આઉટ કરવાનું બાકી છે. જ્યાં કેટલાક યૂઝર્સ આ ફિચર જોઇ શકે છે, ત્યારે બાકીના યૂઝર્સને ટૂંક સમયમાં જોવા મળશે. આઇફોન યૂઝર માટે, નવા સ્ટેટ્સ બારમાં કેમેરા આઇકોનની પાસે એક પેન આઇકોન બનેલું હશે. પેન આઇકોન પર ક્લિક કરવાથી સ્ટેટ્સ, ફોન્ટ નક્કી કરવા, ઇમોજી અને બેકગ્રાઉન્ડ કલરનો ઑપ્શન મળશે.

સ્ટેટ્સ લખ્યા બાદ અને જરૂરી બદલાવ કર્યા પછી, તમે ટેક્સ્ટ સ્ટેટ્સને મોકલવા માટે ગ્રીન એરો પર ટેપ કરો. ત્યારબાદ તમે દરેક કૉન્ટેક્ટ માટે WhatsApp સ્ટેટ્સ પ્બલિશ થઇ જશે. એન્ડ્રોઇડ યૂઝર માટે, સ્ટેટ્સ ટેબમાં કેમેરા આઇકૉન ઉપર સૌથી નીચે ફ્લૉટિંગ પેન આઇકોન દેખાશે. અત્યારે WhatsApp વિન્ડોઝ  ફોન અને વેબ પર આ ફિચરને સપોર્ટ નથી કરતુ પરંતુ ત્યાં દરેક ટેકસ્ટ સ્ટેટ્સ જોઇ શકાશે.

આ સિવાય, આઇફોનની એપમાં વધારે સ્ટિકર સપોર્ટ કરવાની સાથે સાથે વધારે સારું ચેટ સર્ચ ફિચર મળશે. અત્યારે આ સ્ટિકર ડિસેબલ કરવામાં આવ્યા છે, પરંતુ આગામી સમયમાં સ્વિચ ઑન કરવામાં આવશે. WhatsApp આઇફોન વર્ઝનમાં v2.17.50માં ટાઇપિંગમાં બૉલ્ટ, ઇટાલિક અને સ્ટ્રાઇકથ્રૂ કરવાનો પણ ઑપ્શન મળશે. આ સાથે જે પણ ફૉર્મેટમાં લખવા ઇચ્છો છો ત્યાં ટેપ કરીને હૉલ્ડ કરીને નીચે આપેલા ફ્લૉટિંગ વિકલ્પ પર જાઓ.

Related posts

જીવલેણ કોરોના વાયરસની ભારતમાં એન્ટ્રી ! જયપુરની હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દી ભર્તી

Nilesh Jethva

દેશની આ સ્ટાર પહેલવાને પદ્મ એવોર્ડની પસંદગી પર ચોંકાવનારા સવાલ ઉઠાવ્યા, જાણો તમામ વિગતો

pratik shah

અમિત શાહે કહ્યું, EVM નું બટન એટલા જોરથી દબાવો કે જેનો કરંટ શાહીન બાગની અંદર લાગે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!