GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

Whatsappનું આ ફીચર યુઝ કરતાં હોય તો બંધ કરી દેજો, કરોડો યુઝર્સના ફોન નંબર પર ખતરો

whatsapp

વોટ્સએપમાં (Whatsapp) ‘ક્લિક ટુ ચેટ’ નામનું એક ફીચર છે. નાના મોટા બિઝનેસીસ આ સુવિધાનો ઉપયોગ કરીને પોતાના ફોન નંબર માટે વોટ્સએપની એક લિન્ક બનાવીને પોતાની વેબસાઇટ પર મૂકી શકે છે કે અન્ય રીતે શેર કરી શકે છે.

WhatsApp

યુઝર્સના ફોન નંબર ગૂગલ પર

લોકો આ લિન્ક ક્લિક કરીને એ બિઝનેસનો ફોન નંબર પોતાની એડ્રેસ બુકમાં સેવ કર્યા વગર તેની સાથે વોટ્સએપ પર ચેટ કરી શકે છે. આ એક ઉપયોગી સુવિધા છે. પરંતુ હમણાં તેમાં એક ખામી બહાર આવી. અતુલ જયરામ નામના એક ભારતીય રિસર્ચરે શોધી કાઢ્યું કે વોટ્સએપના આ ફીચરને કારણે સંખ્યાબંધ લોકોના ફોન નંબર ગૂગલ પર સર્ચ કરી શકાતા હતા. જો વોટ્સએપે ફોન નંબરને એન્ક્રિપ્ટેડ ફોર્મમાં સેવ કર્યા હોય તો આવું થાય નહીં પરંતુ જયરામના દાવા મુજબ આવું થતું નહોતું. પરિણામે લગભગ ત્રણ લાખ જેટલા વોટ્સએપ યૂઝર્સના ફોન નંબર ગૂગલ પર ઉપલબ્ધ થઈ ગયા હતા.

Whatsappએ સુધારી લીધી ખામી

આ વાત પ્રકાશમાં આવ્યા પછી વોટ્સએપે કહ્યું છે કે તેણે ખામી સુધારી લીધી છે. આ નંબર ગૂગલ સર્ચ એન્જિન પરથી પણ દૂર કરી દેવામાં આવ્યા છે. અતુલ જયરામે વોટ્સએપની આ ખામી શોધી હોવા છતાં તેને વોટ્સએપ તરફથી કોઈ ઇનામ મળ્યું નથી! વોટ્સએપના દાવા મુજબ આ રિસર્ચરે ફક્ત વોટ્સએપ યૂઝર્સે પોતે જે યુઆરએલને જાહેર કર્યા હોય તે દર્શાવતું સર્ચ એન્જિન ઇન્ડેક્સ બતાવ્યું છે, આથી તે બગ બાઉન્ટીને પાત્ર નથી.

Read Also

Related posts

‘મર્દ’ને Coronaની ‘ઝંઝીર’ મુક્તિ માટે ફેન્સ ઇશ્વરની ‘અદાલત’માં, બિગ બી માટે દેશ કરી રહ્યો છે પ્રાર્થના

Arohi

અનેક દેશ ખોટી દિશામાં વધી રહ્યાં છે આગળ, કોરોનામાં નિષ્ફળ ગયા તો મોતના આંકનું વાવાઝોડું આવશે

Mansi Patel

સુશાંતના નિધન બાદ પહેલી વખત અંકિતા લોખંડેએ પોસ્ટ કરી આ ખાસ તસ્વીર, વાંચો શું લખ્યું

Arohi
Do NOT follow this link or you will be banned from the site!