GSTV

WHATSAPP એ પ્રાઈવેશી ચેટ સહિત નવી પોલિસીને લઈને કર્યા આ મોટા ખુલાસા, ફક્ત આ એકાઉન્ટનો ડેટા થશે શેર

વોટ્સએપને તેની નવી પ્રાઈવેટ પોલિસી અને ટર્મ્સ ઓફ સર્વિસને લઈને ખૂબજ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રિપોર્ટ મુજબ નવી નીતિ અંતર્ગત, WHATSAPP તમારી વ્યક્તિગત માહિતી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સાથે શેર કરશે. યુઝર્સના વિરોધને પગલે WhatsApp હવે નવી પ્રાઈવેટ પોલિસી વિશે કહ્યું છે કે તેનાથી મિત્રો અને પરિવાર સાથેની ખાનગી ચેટિંગ પર કોઈ અસર નહીં પડે. નવી નીતિ ફક્ત વ્યવસાયિક એકાઉન્ટ માટે છે. WHATSAPP એ ટ્વિટ કર્યું છે કે વપરાશકર્તાઓની ચેટ્સ પહેલાની જેમ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનથી સંપૂર્ણ સુરક્ષિત છે.

અમે અફવાઓને સંપૂર્ણ રીતે દૂર કરવા માંગીએ છીએ

વોટ્સએપે એક ટ્વિટમાં કહ્યું, અમે અફવાઓને સંપૂર્ણ રીતે દૂર કરવા માંગીએ છીએ અને તે સાથે જણાવવા ઈચ્છીએ છીએ કે, અમે તમારા ખાનગી સંદેશાઓને એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત રાખતા રહીશું. WhatsApp પ્રાઈવેશી પોલિસીમાં અપડેટ્સ તમારા મિત્રો અથવા પરિવાર સાથે કરાયેલી વાતચીતને કોઈ અસર કરશે નહીં.

બિઝનેશ એકાઉન્ટ સંબંધિત માહિતી જ થશે શેર

WhatsApp પણ આખા મામલા પર ટ્વિટ્સ સાથે તેના બ્લોગની એક લિંક પણ શેર કરી છે. નવી નીતિ અંગે વધતા જતા વિવાદ અંગે વોટ્સએપનું કહેવું છે કે તે ફક્ત વ્યવસાયિક – બિઝનેસ એકાઉન્ટ્સ માટે જ છે અને ખાનગી ચેટિંગ પર કોઈ અસર કરશે નહીં. બ્લોગમાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે WhatsApp ની પેરેન્ટ કંપની ફેસબુક યુઝર્સની ચેટ્સ વાંચશે નહીં અને ન તો યુઝર્સના કોન્ટેક્ટ લિસ્ટ ફેસબુક સાથે શેર કરશે નહીં.

વોટ્સએપ સમજાવે છે કે તે શું નથી કરતું

તમામ આરોપોને લગતા કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર WhatsApp પોતાનો મુદ્દો ઉઠાવ્યો છે. ઉદાહરણ તરીકે, WhatsApp તમારા પ્રાઈવેટ મેસેજીસ વાંચતો નથી. કોલ્સ સાંભળતો નથી. અને ન તો ફેસબુકને એવું કરવા દે છે. વોટ્સએપ તમારા સંદેશાઓ અને કોલ્સની હિસ્ટ્રી પર રાખતું નથી. જ્યારે પણ તમે વોટ્સએપ પર કોઈ લોકેશન- સ્થાન શેર કરો છો, ત્યારે તે તેને ટ્રેસ કરતો નથી કે ન તો ફેસબુક સાથે શેર કરે છે. વોટ્સએપ જૂથ હજી પણ સંપૂર્ણ ખાનગી છે. WhatsApp પર યુઝર્સ મેસેજને પોતાની રીતે જ ડિલિટ થવા માટે સેટ કરી શકો છો. તમે તમારો વોટ્સએપ ડેટા પણ ડાઉનલોડ કરી શકો છો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…

Pravin Makwana

તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો

Ali Asgar Devjani

Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!