GSTV
Auto & Tech Trending

નવી પોલિસી પર WhatsAppની સ્પષ્ટતા, કહ્યું FB સાથે તમારા મેસેજ…

Whatsapp

WhatsAppએ પોતાની નવી પોલિસીને લઇ દુનિયાભરમાં ઘણીં ટીકા સંભાળવી પડી રહી છે. આ વચ્ચે કંપનીએ નવી પોલિસીને લઇ લોકોના મનમાં જે શંકા છે એને દૂર કરવા તમામ સવાલના જવાબ આપ્યા છે. સાથે જ કંપનીએ કહ્યું છે કે તમારા સેન્સિટિવ ડેટા ફેસબુક સાથે શેર નહિ થાય. સાથે જ કંપનીએ કહ્યું છે કે નવી પોલિસી અપડેટ કોઈ પણ રીતે મિત્ર અથવા પરિવાર સાથે તમારા મેસેજની પ્રાઇવેસીને પ્રભાવિત કરતા નથી.

શું કહ્યું WhatsAppએ ?

Whatsapp

WhatsAppએ કહ્યું કે, નવી પોલિસીમાં WhatsApp બિઝનેસને લઇ બદલાવ સામેલ હશે, જો કે ઓપ્શન છે. સાથે જ એનાથી વધુ પણ સ્પષ્ટ રીતે એ જાણ થાય છે કે અમે ડેટા કેવી રીતે કલેક્ટ કરીએ છે. અને ઉપયોગ કેવી રીતે કરીએ છીએ. WhatsAppએ ડીટેલ બ્લોકમાં લોકેશન ડેટા, કોલ લોગ્સ અને ગ્રુપ જેવા ઘણા ડેટાને લઇ સવાલના જવાબ આપ્યા હતા. સાથે જ એ પણ કહ્યું કે ડેટા ફેસબુક સાથે શેર નહિ થાય.

મેસેજ એન્ડ કોલને લઇ WhatsAppએ કહ્યું કે કંપની તમારા મેસેજ વાંચી ન શકે અને ના તો તમારા કોલ્સ સંભાળી શકે અને ફેસબુક પણ આ કરી શકતું નથી. કંપનીએ કહ્યું કે WhatsApp એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે અને આ આગળ પણ એવું જ રહેશે.

લોકેશન

WhatsAppએ કહ્યું કે અમે મેસેજ અને કોલિંગ્સના લોગ રાખતા નથી. એટલે લોકો એમને પણ આ મેસેજ કરે છે એના ડેટા WhatsApp રાખતું નથી. એવી જ રીતે લોકેશન અંગે કંપનીએ કહ્યું કે તમારું લોકેશન અમે નથી જોઈ સકતા અને ના તો ફેસબુક. કંપનીએ આગળ કહ્યું કે જયારે તમે WhatsAppમાં કોઈ પણ સાથે લોકેશન શેર કરે છે તો એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ થાય છે. એવામાં માત્ર એ વ્યક્તિ જોઈ શકે છે જેને તમે લોકેશન શેર કરી હોય.

કોન્ટેક્ટ્સ

WhatsAppએ કહ્યું કે તેઓ તમારા કોન્ટેક્ટ્સ ફેસબુક સાથે શેર નથી કરતા. એ અંગે વધુ જણાવતા કંપનીએ લખ્યું કે, અમે તમારી એડ્રેસ બુક માંથી માત્ર તમારા નંબરને એક્સેસ કરીએ છીએ. જેથી મેસેજિંગ ફાસ્ટ કરી શકાય. સાથે જ તમારી કોન્ટેક્ટ લિસ્ટને ફેસબુક બીજા એપ્સ સાથે પણ શેર નહિ કરી શકે.

WhatsApp ગ્રુપ્સ

ગ્રુપ્સને લઇ WhatsAppએ કહ્યું કે ગ્રુપ્સ પ્રાઇવેટ રહે છે. કંપનીએ કહ્યું કે અમે મેસેજ ડિલિવર કરવા અને સર્વિસને સ્નેપ અને અબ્યુઝથી બચાવવા માટે ગ્રુપ મેમ્બરશિપનો ઉપયોગ કરીએ છીએ. અમે એડ્સ માટે ફેસબુક સાથે આ ડેટા શેર કરતા નથી. સાથે જ કંપનીએ કહ્યું કે પ્રાઇવેટ ચેટ્સ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હોય છે અને અમે એમના કન્ટેન્ટ જોઈ સકતા નથી

WhatsAppએ કહ્યું કે યુઝર્સ ડિસઅપિયરિંગ મેસેજ સેટ કરી શકે છે. કંપનીએ કહ્યું કે યુઝર્સ એડિશનલ સિક્યોરિટી માટે પોતાના મેસજેસને સેન્ડ કર્યા પછી ચેટથી ડિસઅપીયર થવા માટે સેટ કરી શકે છે. કંપનીએ આગળ કહ્યું કે, યુઝર્સ પોતાના ડેટા ડાઉનલોડ કરી શકે છે. કંપનીએ કહ્યું કે, યુઝર્સ પોતાના ડેટા ડાઉનલોડ કરી શકે છે અને જોઈ શકે છે કે કંપની પાસે તેમના કેટલા ડેટા છે.

Read Also

Related posts

શું તમે વાંરવાર ધ્રુમપાન કરવા માટે ઓફિસમાં બ્રેક લો છો તો ચેતી જજો, જાપાને સરકારી કર્મચારીને ફટકાર્યો નવ લાખનો દંડ

pratikshah

Bholaa/ શું પઠાણનો રેકોર્ડ તોડી શકશે અજયની “ભોલા”, પહેલા દિવસે આટલી કમાણીની શકયતા સેવાઇ

Siddhi Sheth

Pakistanમાં ભૂખમરાનો કહેર, મફત લોટ મેળવવાની લ્હાયમાં 11 લોકોના ગયા જીવ, 60થી વધુ ઈજાગ્રસ્ત

Kaushal Pancholi
GSTV