GSTV
Home » News » WhatsAppના ચીફ બિઝનેસ ઑફિસર નીરજ અરોડાએ આપ્યું રાજીનામું

WhatsAppના ચીફ બિઝનેસ ઑફિસર નીરજ અરોડાએ આપ્યું રાજીનામું

ફેસબુકની માલિકીની વ્હોટ્સએપના ચીફ બિઝનેસ અધિકારી નીરજ અરોડાએ પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. જેની માહિતી નીરજ અરોડાએ જાતે ફેસબુક એકાઉન્ટ પર આપી છે. અરોડાએ પોતાના ફેસબુક પોસ્ટમાં લખ્યું છે, ‘હવે આગળ વધવાનો સમય આવી ગયો છે. મને આશા છે કે વ્હોટ્સએપ પોતાની સુરક્ષા, ઉપયોગ કરવામાં સરળતા અને એક વિશ્વસનીય સંચાર એપના રૂપમાં કાયમ બની રહેશે. વ્હોટ્સએપની ટીમ સાથે કામ કરવુ મારા માટે ગર્વની વાત છે.’

અરોડાએ વ્હોટ્સએપ જોઈન્ટ કરતા પહેલા ગૂગલમાં કામ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે અરોડાને લઈને છેલ્લા કેટલાંક મહિનાથી ખબરોએ જોર પકડ્યુ છે કે તેઓ વ્હોટ્સએપના સીઈઓ બની શકે છે, જોકે, આ બધા રિપોર્ટ પર વિરામ લગાવી તેમણે રાજીનામું આપ્યું છે. અહીં તમને જણાવવાનું કે નીરજ અરોડા વર્ષ 2011માં વ્હોટ્સએપ સાથે જોડાયા હતાં. તેમની દેખરેખમાં જ ફેસબુકે વ્હોટ્સએપને 19 અબજ ડૉલરમાં ખરીદી હતી. અરોડાએ આઈઆઈટી દિલ્હીથી પોતાનો અભ્યાસ કર્યો છે.

નીરજ પહેલા ચાલુ વર્ષે મે મહિનામાં WhatsAppના સીઈઓ જાન કૌમે પણ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. જેની જાણકારી કૌમે પોતાના ફેસબુક પોસ્ટ પર આપી છે. વ્હોટ્સએપના સીઈઓના પદ સિવાય જાન કૌમે ફેસબુકની એક ટીમ સાથે પણ અલવિદા કર્યુ છે. કૌમની ફેસબુક પોસ્ટ પર ફેસબુકના સીઈઓ માર્ક ઝૂકરબર્ગની કોમેન્ટમાં કહ્યું હતું કે તેમને કૌમની ગેરહાજરી નડશે.

ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે જ વ્હોટ્સએપે અભિજીત બોસને ભારત પ્રમુખ નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. વ્હોટ્સએપના નિવેદન મુજબ, બોસ આગામી વર્ષની શરૂઆતમાં જ કંપની સાથે જોડાશે. તેઓ કેલિફોર્નિયાથી બહાર ગુડગાંવમાં એક નવી ટીમ બનાવશે. કંપનીના સીઓઓ (ચીફ ઓપરેટિંગ ઑફિસર) મેટ ઇડેમાએ કહ્યું કે વ્હોટ્સએપ ભારત માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. અમે આવા ઉત્પાદન તૈયાર કરવા માટે ઉત્સાહિત છે, જે લોકોને એકબીજા સાથે સંપર્ક કરવામાં મદદગાર હોવાની સાથે ભારતની તેજીથી વધી રહેલી ડિજીટલ અર્થવ્યવસ્થાને સમર્થન આપે છે.

READ ALSO

Related posts

સિંગાપુર જતી ફ્લાઇટનાં એન્જીનમાં પાયલોટે એવું તો શું જોયું કે ઇમરજન્સી લેન્ડ કરવું પડ્યું

Riyaz Parmar

બિલકુલ ઘોડાની જેમ જ દોડે છે આ મહિલા, વાયરલ વીડિયો જોઈને થઈ જશો હેરાન

Mansi Patel

ઇંગ્લેન્ડમાં વન-ડે રમતા પાક. બેટસમેનને જયારે મળી પુત્રીના મોતની ખબર….

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!