GSTV

Facebook ડેટા લીક બાદ  Whatsappના  કૉ-ફાઉન્ડર જામ કૌમે આપ્યુ રાજીનામું

Last Updated on May 1, 2018 by Bansari

વૉટ્સએપની સીઇઓ જામ કૌમે પોતાના પદ પરથી રાજીનામુ આપી દેવાનો નિર્ણય લીધો છે. તેની જાણકારી કૌમે પોતાની ફેસબુક પોસ્ટ દ્વારા આપી છે. વૉટ્સએપની સીઇઓના પદ ઉપરાંત જાન કૌમે ફેસબુકને પણ અલવિદા કહી દીધુ છે. તેવામાં કૌમે ફેસબુક પોસ્ટ પર ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગે કમેન્ટ કરીને કહ્યું કે તેમની કૌમની ગેરહાજરી સાલસે.

જાન કૌમે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, આશરે 10 વર્ષ પહેલા બ્રાયન એક્ટન અને મે વૉટ્.એપની શરૂઆત કરી હતી અને કેટલાંક સારા લોકો સાથે આ સફર શાનદાર રહી. પરંતુ હવે આગળ વધવાનો સમય આવી ગયો છે. આ દરમિયાન સારા લોકોનો મને આશિર્વાદ મળ્યો અને વૉટ્સએપ પ્રત્યે લોકોની ઘેલછા જોવા મળશે.

તેમણે આગળ લખ્યું કે, હું એવા સમયે કંપની છોડી રહ્યો છું જ્યારે વૉટ્સએપનો ઉપયોગ લોકો મારી કલ્પના કરતા વધુ કરી રહ્યા છે. આજે વૉટ્સએપની ટીમ પહેલા કરતા વધુ મજબૂત અને સક્ષમ છે. હું કેટલોક સમય પહેલા ટેક્નોલોજીથી દૂર થઇને વિતાવવા માંગુ છુ. આ દરમિયાન હું મારી કારમાં ફરીશ અને ગેમ રમીશ. મારા આ સફરને શાનદાર બનાવવા માટે તમારો આભાર.

કહેવામાં આવી રહ્યું છે કે કૌમે ફેસબુક સાથે વૉટ્સએપના ડેટાની પ્રાઇવસીને લઇને રાજીનામુ આપ્યું છે. કારણ કે કૌમ કોઇપણ રીતે વૉટ્સએપ યુઝર્સની પ્રાઇવસી ઇચ્છે છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ડેટા લીક મામલે ફેસબુક અને વૉટ્સએપે પોતાની પ્રાઇવસી પોલીસી બદલી હતી.

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

રાજીનામા બાદ કેપ્ટનનું મોટું નિવેદન : નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનના પીએમ ઇમરાન અને આર્મી ચીફ બાજવાના મિત્ર, તે દેશની સુરક્ષા માટે નથી ઠીક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!