GSTV
Gujarat Government Advertisement

વોટ્સએપ : અફવા અને ફેક ન્યૂઝ નહી ફેલાવી શકો, ઉમેરાઈ રહ્યાં છે નવા ફીચર

Last Updated on July 9, 2018 by Karan

વોટ્સએપ એ હવે પોતાના પ્લેટફોર્મ પર ફેલાવવામાં આવી રહેલાં ફેક ન્યૂઝ અને અફવાને કાબુમાં લેવામાં માટે કમર કસી લીધી છે. મેસેજિંગ એપ વોટ્સએપ એક નવા ફીચરની ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ ફીચરનું નામ Suspicious Link Detection ફીચર છે. જેની મદદથી વોટ્સએપ યૂઝર્સ સ્પૈમ લીંક અને શંકાસ્પદ વેબસાઈટ્સ પર ક્લિક કરવા અને એને ફોરવર્ડ કરવાથી બચી શકશે. હાલ આ વોટ્સએપના બીટા વર્જન 2.18.204 માટે રજૂ કરાયું છે. ભવિષ્યમાં એને વોટ્સએપના તમામ યૂઝર્સ(વપરાશકાર) માટે લોન્ચ કરવાની આશા રાખવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વોટ્સએપ થકી ફેલાતી અફવા અને ફેક ન્યૂઝ પછી દેશમાં કેટલાક ગંભીર ઘટના બની, જેને ગંભીરતાથી લઈને સરકારે વોટ્સએપને ચેતવણી પણ આપી હતી. આવનાર દિવસોમાં ફેક ન્યૂઝ અને બોગસ લિંક્સને ફેલાતી રોકવા માટે આ ફીચર ખૂબ જ કામ આવી શકે છે. આ ફીચર કેવી રીતે કામ કરશે? Suspicious Link ફીચર આવ્યા બાદ જ્યારે તમારી પાસે કોઈ ફેક ન્યૂઝ લીંક અથવા કોઈ બોગસ વેબસાઈટનો મેસેજ આવે અને તમે એના પર ક્લીક કરશો તો વોટ્સએપ એનો એક પ્રિવ્યુ દેખાડશે. જો લીંક શંકાસ્પદ હશે તો એ લીંક પર લાલ રંગમાં Suspicious Link લખેલું આવી જશે.

ત્યાર પછી પણ જો તમે એ લીંકને ઓપન કરશો તો વોટ્સએપ તમને ‘This link contains unusual characters. It may be trying to appear as another site’ લખેલી એક નોટિસ દેખાડશે. આ રીતે તમે કોઈ પણ બોગસ લીંક (ફેક લીંક)ને ઓપન કરતાં બચી શકશે.  અત્રે ઉલ્લેખનિય છે કે સોશિયલ મીડિયા થકી ફેલાતી અફવાને કારણે કેન્દ્ર સરકાર ગંભીર બની છે, જેના કારણે આ કંપનીઓ કાળજીના ભાગ રૂપે આ પગલા ભરી રહી છે.

 

 

Gujarat Government Advertisement

Related posts

નોકરિયાત વર્ગ માટે મોટા સમાચાર / કેન્દ્ર સરકાર નિયમોમાં કરશે મોટા ફેરફાર, સેલરી પર પડશે સીધી અસર

Zainul Ansari

સોશિયલ મીડિયાથી કમાણીની બાબતમાં વિરાટ કોહલીથી ઘણો પાછળ છે રોહિત શર્મા, એક પોસ્ટની કમાણી ઉડાવી દેશે હોશ

Vishvesh Dave

રેકોર્ડ / સોમવારે 80 લાખથી વધુ લોકોએ લીધી કોરોના રસી, 15 લાખ ડોઝ સાથે આ રાજ્ય સૌથી આગળ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!