GSTV

હવે વધુ મજેદાર બનશે WhatsApp ચેટ, આ ફીચર્સમાં આવી શકે છે મોટા ફેરફાર

WhatsApp 13 નવા ઈમોજીની ટેસ્ટિંગ કરી રહ્યુ છે. આ લેટેસ્ટ ચેન્જને એન્ડ્રોયડ માટે WhatsApp ના બિટા વર્ઝન 2.20.197.6 માં જોવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે, હાલમાં જ WhatsApp એ એન્ડ્રોયડ અને iPhone બંને યૂઝર્સ માટે એનિમેટેડ સ્ટિકર્સને જાહેર કર્યુ છે.

હેરસ્ટાઈલ્સ અને સ્કિન ટોન્સ જેવા ફેરફાર સામેલ

એનિમેટેડ સ્ટિકર્સ પેક રેગ્યુલર સ્ટિકર્સ પેકની સાથે ઉપલબ્ધ છે. ઈમોજી અને સ્ટિકર્સ WhatsApp ના મેન એલિમેન્ટ્સમાંથી એક છે. જેનો વપરાશ ફીલિંગ એક્સપ્રેસ કરવા માટે કરવામાં આવે છે. WhatsApp ના નવા ઈમોજી એન્ડ્રોયડ યૂઝર્સ માટે પહેલાથી જ ઉપલબ્ધ ઈમોજીની સરખામણીમાં થોડુ અલગ છે. એટલે કે, તમે પ્રથમ નજરમાં વધારે અંતર નોટિસ કરી શકશો WhatsApp દ્વારા કેટલાક નવા ઈમોડીમાં કપડાના નવા કલર ટોન્સ, હેરસ્ટાઈલ્સ અને સ્કિન ટોન્સ જેવા ફેરફાર સામેલ કરવામાં આવ્યા છે.

ગૂગલ પ્લે બિટા પ્રોગ્રામ જોઈન કરવુ પડશે

WhatsApp બિટા ટ્રેકર WABetalnfo એ સૌ પ્રથમ એન્ડ્રોયડના WhatsApp બિટા વર્ઝન 2.20.197.6 માં લેટેસ્ટ ઈમોજી આવવાની જાણકારી આપી હતી. તમે પણ જો ઈચ્છો તો, લેટેસ્ટ વર્ઝનને ડાઉનલોડ કરી આ નવા ઈમોજીસને જોઈ શકો છો. તે માટે તમારે ગૂગલ પ્લે બિટા પ્રોગ્રામ જોઈન કરવુ પડશે. જો તમે ઈચ્છો તો APK મિરરથી તેનો APK ફાઈલ પણ ડાઉલોડ કરી શકે છે. તમને જણાવી દઈએ કે, નવા ઈમોજીને એન્ડ્રોયડના WhatsApp એપમાં હજુ રેગ્યુલર પબ્લિક માટે રિલીઝ કરવામાં આવ્યુ નથી.

નોટિફિકેશન લાઈફટાઈમ માટે સાઈલેન્ટ કરી શકશે

આ અઠવાડિયાની શરૂઆતમાં WhatsApp ને એક ‘મ્યૂટ ઓલવેઝ’ ઓપ્શનને પણ ડેવલપ કરતા સ્પોટ કરવામાં આવ્યા હતા. આ નવા ઓપ્શનની મદદથી યૂઝર્સ કોઈ ચેટ ગૃપ અથવા ગૃપના નોટિફિકેશન લાઈફટાઈમ માટે સાઈલેન્ટ કરી શકશે.

READ ALSO

Related posts

દેવી દુર્ગા બનીને ફોટોશૂટ કરાવ્યો નુસરત જહાંએ, લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે સાંસદનો આ અવતાર

Pravin Makwana

અમદાવાદીઓ ચેતી જાજોઃ ગુજરાત સહિત શહેરમાં કોરોનાએ માથું ઉંચક્યું, icu વેન્ટિલેટર સાથેના બેડ હાઉસફૂલ

Karan

અનિલ અંબાણીની વધી મુશ્કેલીઓ: ચીનની 3 બેંકોએ દેવું વસૂલવા લીધો આ નિર્ણય

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!