GSTV

ટેક ટિપ્સ / ઇન્ટરનેટ વિના પણ થઇ શકશે વોટ્સએપનુ બીજા ડિવાઇસ સાથે જોડાણ, જાણો આ સરળ પ્રોસેસ

Last Updated on November 9, 2021 by GSTV Web Desk

જો તમારા સ્માર્ટફોનમા ઇન્ટરનેટ ના હોય તો વોટ્સએપ એકાઉન્ટને બીજા ડિવાઇસ સાથે કેવી રીતે જોડવું ? તમે તમારા ફોન પર તેમજ અન્ય ડિવાઇસ પર પણ વોટ્સએપનો ઉપયોગ કરી શકો છો પરંતુ, હાલ લોન્ચ થયેલુ નવુ ફીચર તમને એક વિશેષ સુવિધા આપે છે. ભલે તમારો સ્માર્ટફોન ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોય કે ના હોય તમને તમારા સેકન્ડરી ડિવાઇસ પર વોટ્સએપના મેસેજીસ મળતા રહેશે. ચાલો જાણીએ કેવી રીતે?

whatsapp

એન્ડ ટુ એન્ડ એનક્રિપ્ટેડ રહેશે ચેટ :

કંપનીએ ખુબ જ લાંબા આંતરિક પરીક્ષણ પછી જુલાઈમા તેને રજૂ કર્યું હતું. વપરાશકર્તાઓ હવે તેમના એકાઉન્ટનો ઉપયોગ પીસી, લેપટોપ અથવા ફેસબુક પોર્ટલ પર એકસાથે કરી શકે છે. બીજા ડિવાઇસ પર પણ જે ચેટ હશે તે એનક્રિપ્ટેડ હશે. એન્ડ ટુ એન્ડ એનક્રિપ્ટેડનો અર્થ એ છે કે, કોઈપણ થર્ડ પાર્ટી ના તો તમારા સંદેશાઓ વાંચી શકે છે કે ના તો જોઈ શકે છે. આ વોટ્સએપ ફીચરની સૌથી મોટી ખાસિયત એ છે કે, જો તમારો સ્માર્ટફોન ઇન્ટરનેટ સાથે કનેક્ટ ના હોય તો પણ તમે બીજા ડિવાઇસ પર આરામથી વોટ્સએપનો ઉપયોગ કરી શકો છો. જો તમારા સ્માર્ટફોનની બેટરી પુરી થઇ ચુકી છે તો પણ બીજા ડિવાઇસ પર વોટ્સએપ કાર્યરત રહેશે.

વોટ્સએપ એકાઉન્ટને સેકન્ડરી ડિવાઇસ સાથે કેવી રીતે જોડવુ ?

આ ફીચરનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા તમારે એ જાણવુ પડશે કે, તમારી પાસે વોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન છે કે નહિ. લેટેસ્ટ વર્ઝનમા જ સેકન્ડરી ડિવાઇસ સાથે જોડાવાનો આ વિકલ્પ ઉપલબ્ધ છે. આ સુવિધા હાલમાં બીટા વર્ઝનમા છે, તે તમારા ડિવાઇસ પર કામ ના કરે તેવી પણ સંભાવના છે. જો તમારા ડિવાઇસમાં બીટા વર્ઝન હોય તો તમે તેનો ઉપયોગ કરી શકો છો નહીંતર તેના ઉપયોગ માટે તમારે થોડી વધુ રાહ જોવી પડી શકે છે. હાલ આ ફીચર માત્ર વોટ્સએપ વેબ , ડેસ્કટોપ અને પોર્ટલ પર જ ઉપલબ્ધ છે. આનો અર્થ એ છે કે તમે તમારા સ્માર્ટફોન સિવાય બીજો કોઈ એન્ડ્રોઇડ ફોન અથવા આઇફોન સેકન્ડરી ડિવાઇસ તરીકે ઉમેરી શકતા નથી. તમે આ સુવિધાને આ રીતે એક્ટિવ કરી શકો છો.

વોટ્સએપ

વોટ્સએપની સેટિંગ્સમાં જાઓ. સેટિંગ્સમાં જઈને અંદર મલ્ટી ડિવાઇસ બીટા પર ક્લિક કરો (WhatsApp and then Settings > Linked Devices > Multi-Device Beta). ત્યારપછી લિંક કરેલા ડિવાઇસ પર પાછા જાવ અને Link a Device પર ક્લિક કરો. તમારે સેકન્ડરી ડિવાઇસ પરના ક્યુઆર કોડને સ્કેન કરવાનો રહેશે. આ કોડ સ્કેન કર્યા પછી તમે તમારા સેકન્ડરી ડિવાઇસમાં વૉટ્સએપ સરળતાથી ચલાવી શકશો.

Read Also

Related posts

ભગવાનના દ્વાર ખુલશે / ભગવાન કૃષ્ણના ભક્તો માટે ખુશખબર, આવતીકાલથી ખુલ્લુ મુકાશે દ્વારકાધીશ મંદિર

GSTV Web Desk

ભાજપમાં જોડાતા જ વિજય સુવાળાનો વાણી વિલાસ આવ્યો સામે, અનુસુચિત જાતિ અને દેવીપૂજક સમાજને વિરુદ્દ કરી વિવાદિત ટિપ્પણી

GSTV Web Desk

જો પ્રિયંકા ગાંધી મારી સામે ચૂંટણી લડશે તો સ્પષ્ટ થઈ જશે કે હવે રાયબરેલી કોંગ્રેસનો ગઢ રહ્યુ નથી : અદિતિ સિંહ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!