GSTV

હવે મોબાઈલ નંબર વગર પણ ચાલી શકે છે તમારું WhatsApp, અહીંયા જાણો સિક્રેટ ટ્રીક!

whatsapp

વિશ્વમાં જેટલુ પ્રખ્યાત WhatsApp છે લગભગ જ કોઈ બીજી એપ હશે. આ લોકપ્રિય તેટલા માટે પણ છે કારણ કે, પોતાના યૂઝર્સ માટે દરેક પ્રકારની સુવિધા હાજર કરવાની કોશિશ કરે છે. આ એપને ચલાવવા માટે મોબાઈલ નંબરની જરૂરિયાત પડે છે, પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે, લેન્ડલાઈન નંબરથી પણ WhatsApp ચલાવી શકાય છે. જી હાં તમે WhatsApp લેન્ડલાઈન નંબર થકી પણ ચલાવી શકો છો.

WhatsApp Business એપથી પણ જોડી શકે

  • ઘણીવખત બિઝનેસમેન પોતાના પર્સનલ મોબાઈલ નંબરને જ પોતાના બિઝનેસમાં યૂઝ કરે છે, પરંતુ ઓછા લોકો જાણે છે કે, મોબાઈલ નંબરની જગ્યાએ લેન્ડલાઈનથી પણ આ એપનો વપરાશ કરવામાં આવી શકે છે. યૂઝર્સ પોતાના લેન્ડલાઈન નંબરને સીધા WhatsApp Business એપથી પણ જોડી શકે છે.
  • લેન્ડલાઈન નંબર પર આ રીતે જોડો WhatsApp
  • સૌપ્રથમ પહેલા પોતાના મોબાઈલ ફોનમાં WhatsApp બિઝનેસ ઈંસ્ટોલ કરી લો. હવે પોતાના ફોન, ટેબલેટ, લેપટોપ પર એપને ઓપન કરો.
  • ત્યારબાદ તમને કંટ્રી કોડ પૂછવામાં આવશે. ફરી 10 અંકનો મોબાઈલ નંબર નાખવા માટે કહેવામાં આવશે. અહીંયા પર તમે પોતાનો લેન્ડલાઈન નંબર પણ નાખી શકો છો.
  • એપમાં વેરિફિકેશન SMS અથવા કોલિંગ થકી થશે. અમે લેન્ડસાઈનનો વપરાશ કર્યો છે. તેથી મેસેજ તો આવશે નહી, પરંતુ એપ પહેલા SMS મોકલે છે. ફરી એક મિનિટ બાદ બીજી વખત મેસેજ અથવા કોલ કરવાનું બટન એક્ટિવ થઈ જશે. અહીંયા પર તમને call Me નો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે.
  • તમે જેમ જ કોલનો ઓપ્શન સિલેક્ટ કરશો, તમારા લેન્ડલાઈન નંબર પર કોલ આવશે. આ એક ઓટોમેટિક વોયલ કોલ હશે. જેમાં તમારે 6 અંકનો વેરિફિકેશન કોડ જણાવવામાં આવશે.
  • તમે આ વેરિફિકેશન કોડને એપમાં એન્ટર કરી દો. ત્યારબાદ તમારુ WhatsApp એકાઉન્ટ લેન્ડલાઈન નંબર પર સેટ થઈ જશે. અહીંયા પર પહેલાની જેમ પ્રોફાઈલ ફોટો અને નામ રાખવામાં આવી શકે છે.

READ ALSO

Related posts

ગુજરાતની જીવાદોરી નર્મદાની જળ સપાટીમાં થયો વધારો, ડેમાં 10 દરવાજા ખોલ્યા

Pravin Makwana

ગુજરાત સહિત આ રાજ્યોમાં ત્રણ દિવસ પડી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગે આપી ચેતવણી

Mansi Patel

પાક નુકસાનીના સર્વે પર આપના વત્તી GSTVએ સરકારને કર્યો આ સવાલ, જાણો સરકારે શું આપી છે ખાતરી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!