GSTV

સ્માર્ટ ટ્રીક! શું તમે પણ WhatsApp કોલ ને રેકોર્ડ કરવા માગો છો? તો અહીંયા જાણો રીત, સરળતાથી થઈ જશે તમારું કામ

whatsapp

જ્યારે તમે મોબાઈલ ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યા છો તો, ઘણી વખત એવુ બને છે કે, કોઈ જરૂરી વાત અથવા કોઈ નંબર તમે નોટ કરી શકતા નથી અને તમે તે કોલને રેકોર્ડ કરી લો છો, પરંતુ આ સુવિધા તમને વોટ્સએપ કોલ પર સરળતાથી મળતી નથી. જ્યારે તમે વોટ્સએપ પર વીડિયો કોલ કરી વાત કરી રહ્યા છો અને કોઈ કોલને રોકોર્ડ કરવા માગો છો, તો મુશ્કેલીમાં પડી જાય છે કે, આ કોલ રેકોર્ડ કેવી રીત થશે. અહીંય મે તમને તેની જ એક સરળ ટ્રિક જણાવવા જઈ રહ્યા છીએ. આ સરળ ટ્રિકથી તમારી વોટ્સએપ ઓડિયો કોલ સરળતાથી રેકોર્ડ થઈ જશે. જણાવી દઈએ કે, એન્ડ્રોયડ અને આઈફોનમાં WhatsApp કોલને રેકોર્ડ કરવા માટે કેટલાક ખાસ ડિવાઈસેજની જરૂરિયાત હોય છે.

એન્ડ્રોયડમાં આ રીતે રેકોર્ડ થશે કોલ

તે માટે CUBE CALL RECORDER ને ડાઉનલોડ કરવાનું હોય છે. App ઓપન કર્યા બાદ વોટ્સએપ પર જાવ અને ત્યારબાદ આ વ્યક્તિને કોલ કરો, જેમની સાથે તમે વાત કરવા માગો છો. જો તમારે ક્યૂબ કોલ વિઝેટ દેખાઈ રહ્યું છે, તો તેનો મતલબ છે કે, તમારો કોલ રેકોર્ડ થઈ રહ્યો છે. તો જો તમારા ફોનમાં એરર શો કરી રહી છે, તો ફરી એક વખત તમે ક્યૂબ કોલ રેકોર્ડરને ખોલો અને App ની સેટિંગ્સમાં જઈ વોયસ કોલમાં Force Voip પર ક્લિક કરો. હવે ફરી એક વખત વોટ્સએપ કોલ (WhatsApp Call) લગાવો, કોલ કનેક્ટ થયા બાદ Record થઈ જશે. જોકે, જો ક્યૂબ કોલ રેકોર્ડર શોન કરી રહ્યું નથી તો તેનો મતલબ છે કે, કોલ રેકોર્ડ થઈ શક્યો નથી.

આઈફોન માટે અપનાવો આ રીત

આઈફોન પર MaC ની મદદથી કોલ રેકોર્ડ કરી શકો છો. લાઈટનિંગ કેબલની મદદથી આઈફોનને MaC સાથે કનેક્ટ કરો. આઈફોન પર Trust this computer જોવા મળશે, તેના પર ક્લિક કરો. પ્રથમ વખત મેકથી પોતાનો આઈફોન કનેક્ટ કરી રહ્યા છો, તો QuickTime ખોલો. ફાઈલ સેક્શનમાં ન્યૂ ઓડિયો રેકોર્ડિંગનો વિકલ્પ મળશે અને રેકોર્ડ બટનની નીચે Arrow નું નિશાન જોવા મળશે. તેના પર ક્લિક કરી તમારે આઈફોનનો વિકલ્પ પસંદ કરવાનો છે. ત્યારબાદ ક્વિકટાઈમમમાં રેકોર્ડ બટન પર ક્લિક કરો અને પોતાના WhatsApp થી કોલ કરો. કનેક્ટ થતા જ યૂઝર આઈકનને એડ કરી લો. ફરી તેને કોલ લગાવો જેની સાથે તમે વાત કરવા માગો છો. કોલ રિસીવ થતા જ રેકોર્ડિંગ શરૂ થઈ જશે.

whatsapp

જોકે, અહીંયા તમને એ પણ જણાવી દઈએ કે, બીજા વ્યક્તિની મંજૂરી લીધા વગર કોલ રેકોર્ડ કરવો ગેરકાનૂની છે. તેથી તમે જેની સાથે વાત કરી રહ્યા છો, તેને કોલ રેકોર્ડિંગની જાણકારી જરૂરી આપો.

READ ALSO

Related posts

કામનું / WhatsApp પર મોકલો છો વીડિયોઝ તો તમારી માટે આવ્યુ છે આ જબરદસ્ત ફીચર, જાણો શું થશે ફાયદો?

Mansi Patel

કંગના રાણાવતે પોતાના જન્મને લઇ કર્યો મોટો ખુલાસો, જયારે ઘરેમાં પેદા થઇ હતી બીજી છોકરી

Sejal Vibhani

વ્હાઇટ હાઉસને ફરીથી કબ્જે કરવાનો ટ્રમ્પનો હુંકાર: મોદીના દોસ્તે હાર બાદ પ્રથમવાર જ જાહેરમાં ભારતને ઉતારી પાડ્યું

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!