GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

Whatsapp Call કરતાં હોય તો જરૂર વાંચો! આવી ગયું છે આ કામનું ફિચર

whatsapp status feature

વૉટ્સએપમાં એક નવા ફીચરની એન્ટ્રી થઇ છે. હવે વૉટ્સએપ કૉલ દરમિયાન યુઝર્સને કૉલ વેઇટિંગ નોટિફિકેશન મળવા લગી છે. આ ફીચર આવ્યાં બાદ હવે યુઝરથી કોઇ કૉલ મિસ નહી થાય. અત્યાર સુધી યુઝર્સને વૉટ્સએપ કૉલ દરમિયાન આવનાર બીજા કૉલ દરમિયાન આવનારી અન્ય કૉલની કોઇ નોટિફિકેશન મળતી ન હતી. જો કે હવે આ બદલિ ચુક્યુ છે અને યુઝર ચાલુ કૉલ દરમિયાન આવતા અન્ય કૉલને રિસિવ કે કટ કરી શકે છે.

અપડેટ કરવું પડશે વૉટ્સએપ

વૉટ્સએપનું કૉલ વેટિંગ ફીચર શરૂઆતમાં iOS માટે રોલઆઉટ કરવામાં આવ્યું હતું અને હવે આ એન્ડ્રોઇડ માટે પણ રિલિઝ કરી દેવામાં આવ્યું છે. આ બિલકુલ ટેલિકોમ સર્વિસના કૉલ વેઇટિંગ ફિચરની જેમ કામ કરે છે. આ નવુ ફિચર યુઝ કરવા માટે યુઝર્સે ગૂગલ પ્લે સ્ટોરમાં જઇને વૉટ્સએપના લેટેસ્ટ વર્ઝન 2.19.357થી અપડેટ કરવાનું રહેશે.

એડ થયાં અન્ય આ ફીચર

કૉલ વેઇટિંગ ફિચર ઉપરાંત વૉટ્સએપે યુઝર્સ માટે નવી પ્રાઇવસી સેટિંગ્સ પણ રોલઆઉટ કરી છે. નવી પ્રાઇવસી સેટિંગ મળ્યા બાદ હવે યુઝર તે નક્કી કરી શકશે કે તેમને ગ્રુપમાં કોણ એડ કરી શકે છે અને કોણ નહી. શરૂઆતમાં તેને કેટલાંક સિલેક્ટેડ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવ્યું હતું પરંતુ હવે તે તમામ યુઝર્સ યુઝ કરી શકશે. આ સાથે જ વૉટ્સએપની તે સમસ્યાને પણ ફિક્સ કરી દીધી છે જેના કારણે કેટલાંક સ્માર્ટફોન્સની બેટરી જલદી ડ્રેન આઉટ થઇ જતી હતી.

whatsapp profile

જલ્દી આવશે આ ખાસ ફિચર

કંપનીએ તાજેતરમાં જ ફિંગરપ્રિન્ટ લૉક ફંક્શન પણ ઉપલબ્ધ કરાવ્યુ છે. આ ફિચર યુઝર્સની પ્રાઇવસી માટે ખાસ છે કારણ કે હવે યુઝર પોતાના વૉટ્સએપ ચેટને ફોનના ફિંગરપ્રિન્ટ સ્કેનર સાથે સિક્યોર કરી શકે છે. આવનારા દિવસોમાં કંપની અનેક ખાસ ફિચર્સ લાવશે. તેમાં સેલ્ફ ડિસ્ટ્રક્ટિંગ મેસેજ, ડાર્ક મોડ, મલ્ટીપલ ડિવાઇસ સપોર્ટ અને હાઇડ મ્યૂટેડ સ્ટેટસ સામેલ છે .આ ફીચર તમામ ટેસ્ટિંગ ફેઝમાં સામેલ છે. આવનારા થોડા સમયમાં આ ફિચર યુઝર્સને મળી જશે.

Read Also

Related posts

અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ બાદ દિવાળી જેવો માહોલ, CM યોગીએ ફોડ્યાં ફટાકડા

Mansi Patel

ચીનમાં નવા વાયરસનો કહેર, સાત લોકોના મોત, 60થી વધારે થયા સંક્રમિત

Mansi Patel

VIDEO: અયોધ્યામાં શ્રીરામના આગમન ઉપર અક્ષરા સિંહનું આ ગીત, વિડીયો મચાવી રહ્યો છે યુ-ટ્યુબ ઉપર ધૂમ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!