GSTV
Home » News » WhatsApp એ યુઝર્સને આપી ગિફ્ટ, નવા ફીચરથી તમે ઘણાં કામ કરી શકશો સરળતાથી

WhatsApp એ યુઝર્સને આપી ગિફ્ટ, નવા ફીચરથી તમે ઘણાં કામ કરી શકશો સરળતાથી

ફેસબુકની ઈંસ્ટેંટ મેસેજિંગ એપ વોટ્સએપે તેની બિઝનેસ એપ પર એક નવું ફીચર લોન્ચ કર્યું છે. જે નાના બિઝનેસ માલિકો પોતાનો બિઝનેસ સરળતાથી કરવામાં મદદ કરે. કેટલોગ નામનું આ ફીચર હવે વ્યાપારિઓને પોતાની પ્રોડક્ટ અને સર્વિસિઝનો કેટલોગ ડિસ્પ્લે કરવાની સુવિધા આપશે.

જ્યાં કસ્ટમર્સ એક સાથે તેનો આખો કેટલોગ જોઈ શકે અને નક્કી કરી શકે કે તે શું ખરીદવા માગે છે. આ પહેલા એવું થતું હતું કે બિઝનેસ ઓનર્સને વોટ્સએપની બિઝનેસ એપ પર એક-એક કરીને પોતાની પ્રોડક્ટ્સના ફોટોઝ અથવા સર્વિસની જાણકારી આપવી પડે છે, તેના માટે ગ્રાહકો સાથે સતત ચેટિંગ કરવી પડે છે.

પરંતુ તે હવે કેટલોગમાં જઈને તમારી માહિતી ડિસ્પ્લે કરી શકો છો, જેને કસ્ટમર ઓનર વગર સંપર્ક માટે બ્રાઉઝ કરી શકશે. તેનાથી બિઝનેસ પ્રોફેશનલ તો લાગશે, તેના માટે કસ્ટમરની સાથે એંગેજ નહીં રહેવું પડે. તેનાથી બિઝનેસ અને કસ્ટમર બંનેના ફોનની સ્ટોરેજ સ્પેસ બચશે.

તે કેટલોગમાં તમે બિઝનેસ ઓનર પોતાની પ્રોડક્ટની કિંમત અને બીજી ઈન્ફોર્મેશન, ડિસ્ક્રિપ્શન અને પ્રોડક્ટ કોડ એડ કરી શકશે. આ ફીચર ભારત, બ્રાઝિલ, જર્મની, ઈંડોનેશિયા, મેક્સિકો, યુ.કે. અને યુ.એસ.માં વોટ્સએપ બિઝનેસ એપનો ઉપયોગ કરી રહેલા યુઝર્સ માટે એન્ડ્રોયડ અને iOS સ્માર્ટફોન્સ પર ઉપલબ્ધ કરવામાં આવશે.

Read Also

Related posts

શરીરના આ ભાગ પર વધારે પડતો સ્માર્ટફોન મૂકવાથી થાય છે સ્પર્મ કાઉન્ટમાં ઘટાડો

Dharika Jansari

નવી ડિઝાઇન અને લુક સાથે Suzukiએ લૉન્ચ કરી આ ધાકડ બાઇક, જોતાં જ લેવાનું મન થઇ જશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!