GSTV
Auto & Tech Trending

WhatsApp યુઝર્સ માટે મોટી ખબરઃ હવે ફ્રીમાં નહીં હોય આ સર્વિસ, ચૂકવવો પડશે ચાર્જ

દુનિયાની સૌથી વધુ વપરાયેલી ચેટિંગ એપ્લિકેશન, WhatsApp ગુરુવારે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે તે ટૂંક સમયમાં તેની બિઝનેસ ચેટ સેવા માટે કંપનીઓ પાસેથી ચાર્જ લેવાનું શરૂ કરશે. તમને જણાવી દઈએ કે WhatsApp બિઝનેસમાં 50 કરોડથી વધુ બિઝનેસ યુઝર્સ છે. અત્યારે, આ સેવા માટે કેટલા ચાર્જ લેવામાં આવશે તે અંગે WhatsApp એ જાહેર કર્યું નથી. WhatsApp થોડા દિવસો પહેલા જ એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક નવી સુવિધા વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ શરૂ કર્યું હતું.

વોટ્સએપે એક બ્લોગ પોસ્ટમાં કહી હતી આ વાત

WhatsApp 5 કરોડથી વધુ બિઝનેસ યુઝર્સ માટે પે-ટુ-મેસેજ વિકલ્પ જાહેર કર્યો છે. કંપનીએ કહ્યું, અમે વ્યવસાયિક ગ્રાહકોને આપવામાં આવતી કેટલીક સેવાઓ ચાર્જેબલ કરવા જઈ રહ્યા છીએ. કંપનીએ કહ્યું કે અમે બિઝનેસ ગ્રાહકોને આપવામાં આવેલી કેટલીક સુવિધાઓને ચાર્જેબલ કરવા જઈ રહ્યા છીએ જેથી અમારા બે અબજથી વધુ કસ્ટમર્સને મફતમાં એન્ડટુ એન્ડ એન્ક્રિપ્ટેડ ટેક્સ, વીડિયો અને વોઈસ કોલિંગની સુવિધાઓ ઉપલબ્ધ કરાવતા રહીએ.

આ પ્લેટફોર્મથી જલદીથી ડાયરેક્ટ શોપિંગની નવી સુવિધા ટૂંક સમયમાં ઉપલબ્ધ

WhatsApp બિઝનેસ યુઝર્સ માટે WhatsApp Business નામની એક અલગ એપ્લિકેશન બનાવી છે. આ એક એવું માર્કેટ પ્લેસ છે જ્યાં લોકો ચેટ દ્વારા વ્યવસાય કરી શકે છે. હવે આ પ્લેટફોર્મથી જલદીથી ડાયરેક્ટ શોપિંગની નવી સુવિધા ટૂંક સમયમાં ઉપલબ્ધ થવાની છે. WhatsAppનું માનવું છે કે આ સુવિધા નાના ઉદ્યોગોને પોતાનો વ્યવસાય સેટ કરવામાં મદદ કરશે. કંપનીએ આ નવી સુવિધા માટે તેના વ્યવસાયિક યુઝર્સને નોટિફિકેશન મોકલવાનું ચાલુ કરી દીધું છે.

વેપારી અને ગ્રાહક બંનેને જાગરૂક કરવા ડેટાને ફેસબુક પર શેર કરાશે

કંપનીએ કહ્યું છે કે, વેપારી અને ગ્રાહક બંનેને જાગરૂક કરવા માટે કોઈ સ્પેશલ કેસમાં તેના ડેટાને ફેસબુક પર શેર કરવામાં આવશે. સાથે જ ફેસબુક હોસ્ટિંગ સોલ્યુશન માટે વધારાના એડિશનલ પેમેન્ટની આવશ્યકતા રહેશે. વ્હોટ્સએપ યુઝર્સને પૂરી પાડવામાં આવેલી ફેસબુક હોસ્ટિંગ સેવા એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટ હશે. અર્થાત બીજો કોઈ પણ વ્યવસાયિક ગ્રાહકો વચ્ચેના મેસેજ બીજા કોઈ જોઈ શકશે નહીં. કંપનીએ કહ્યું કે તેઓએ આ અંગે ઘણું વિચાર્યું છે. અહીં જે વ્યવસાય થાય છે તેમાં આપણી પાસે સંપૂર્ણ પારદર્શિતા રહેશે.

READ ALSO

Related posts

Phobia / જાણો માણસોમાં રહેલા 6 અજીબોગરીબ ફોબિયા વિશે, જે સામાન્ય લોકોના ડરથી છે બિલકુલ અલગ

GSTV Web Desk

Amul Milk Price: શું વધવાની છે Amul દૂધની કિંમત? જાણો કંપનીએ શું જવાબ આપ્યો

GSTV Web Desk

બિગ બોસના ઘરમાં અર્ચના અને સાજિદ ખાન વચ્ચે ઝઘડો, સલમાન ખાને શોમાં બંનેને ખખડાવ્યા

Akib Chhipa
GSTV