WhatsAppમાં આવી ભૂલ, Face અને Touch ID વગર ખુલી રહી છે એપ

WhatsAppએ હાલમાં પોતાના iOS યૂઝર્સ માટે Face ID અને Touch ID બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફીચર જોડ્યુ છે. જેને લઇને હવે એક રીપોર્ટ આવ્યો છે કે બાયોમેટ્રિક ઑથેન્ટિકેશન ફીચરમાં એક ભૂલ આવી ગઇ છે, જે કોઈ પણ વ્યક્તિને Face ID અને Touch ID વગર WhatsAppને એક્સેસ આપી રહ્યો છે. આ વાતને લઇને WhatsAppએ પણ માહિતી આપી દીધી છે અને કહ્યું છે કે તેને ફિક્સ કરવા માટે ટૂંક સમયમાં અપડેટ કરવામાં આવશે.

આ ભૂલને de_X_ter નામના એક Reddit યૂઝરે સ્પૉટ કર્યુ છે. જે મુજબ વ્હોટ્સએપમાં આવેલી આ ભૂલ એવા સમયે કામ કરે છે જ્યારે યૂઝરે બાયોમેટ્રિક ઑથેન્ટિકેશનને Immediatelyની જગ્યાએ After 1 minute, After 15 minutes અને After 1 hour પસંદ કરાઈ હોય. તેમણે લખ્યું કે આ ભૂલ એવા સમયે એક્ટિવેટ થાય છે જ્યારે કોઈ કોઈ પણ એપમાં વ્હોટ્સએપ શેર એક્સટેન્શનનો ઉપયોગ કરે છે.

જો જોવામાં આવે તો કોઈ પણ વ્યક્તિને કોઈ પણ એપથી અમૂક તસ્વીર અથવા વ્હોટ્સએપ શેર કરવાનુ હોય તો તેના માટે iOS યૂઝર્સને Face ID અથવા Touch IDની જરૂર હોય છે, પરંતુ જો યૂઝર્સે Immediately સ્ક્રીન લૉકની જગ્યાએ બીજુ કોઈ વસ્તુ પસંદ કરી હોય તો બગને કારણે લોકો તેનો પ્રત્યક્ષ ઉપયોગ કરી રહ્યાં છે.

આ સિવાય જો કોઈ iOS શેર સ્ક્રીનથી હોમ સ્ક્રીન પર જાય છે, તો પણ કોઈ Face ID અથવા Touch ID વગરના ઈન્ટરફિયરન્સથી એપ ખોલી શકે છે. જેમાં આ વાતનું કોઈ મહત્વ હોતુ નથી કે તમે એપને એક મિનિટ પહેલા, 15 મિનિટ પહેલા અથવા પછી 1 કલાક પહેલા ખોલી શકો છો.

જેને લઇને કંપનીએ કહ્યું કે તેમને આ બગ અંગે જાણકારી મળી ગઈ છે અને તેઓ ટૂંક સમયમાં તેને ફિક્સ કરી દેશે. આ સિવાય કંપનીએ એવુ પણ કહ્યું કે જ્યાં સુધી આ બગ ફિક્સ કરશો નહીં ત્યાં સુધી લોકો સ્ક્રીન લૉક ઑપ્શનને Immediately પર મૂકી દેશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter