GSTV

જાણવા જેવુ / ફોટો સ્ટીકર બનાવવા માટે હવે નહિ લેવો પડે થર્ડ પાર્ટીનો સહારો, વોટ્સએપે યુઝર્સ માટે શરુ કરી એક નવી સેવા

WhatsApp

Last Updated on November 30, 2021 by GSTV Web Desk

વોટ્સએપ પર ઓછા સમયમાં વધુ વાતો થઇ શકે એટલા માટે આપણે સ્ટીકરોનો ઉપયોગ કરીએ છીએ. આપણે આપણા મિત્રો અને સંબંધીઓ સાથે વાતચીત દરમિયાન અનેક પ્રકારના સ્ટીકર મોકલીએ છીએ ત્યારે વોટ્સએપે વોટ્સએપ વેબ પ્લેટફોર્મ પર એક નવું ફીચર ઉમેર્યુ છે, જેનો ઉપયોગ કરીને તમે તમારા વ્યક્તિગત સ્ટીકર બનાવી શકો છો. વર્તમાન સમયના લેટેસ્ટ ડેવલપમેન્ટમાં વોટ્સએપે ‘સ્ટીકર મેકર’ ઉમેર્યું છે, જેનાથી કોઈપણ ફોટોને તમે એકદમ સરળતાથી વોટ્સએપ સ્ટીકરમાં કન્વર્ટ કરી શકાય છે. આનો અર્થ એવો થયો કે, હવે સ્ટીકર બનાવવા માટે તમારે કોઈપણ થર્ડ પાર્ટીનો ઉપયોગ કરવો પડશે નહીં. તો ચાલો જાણીએ કે, વોટ્સએપનુ આ નવું ફીચર કેવી રીતે કામ કરે છે?

વોટ્સએપ

તમને જણાવી દઈએ કે, આ નવું ફીચર તમારા ફોટોને કેરિકાચક બનાવતું નથી પરંતુ, તે તેને લો-રિઝોલ્યુશન સ્ટીકર બનાવે છે. નવું સ્ટીકર મેકર સ્ટીકર્સને સરળતાથી બનાવી અને મોકલવા તથા ડાઉનલોડ કરવાની મંજૂરી આપે છે. આ માટે તમારી પાસે વોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન હોવું જ જોઇએ. આ ઉપરાંત તમારી પાસે તે ફોટો પણ હોવો જોઈએ, જેના તમે સ્ટીકર બનાવવા માંગો છો. જો તમે તમારા જન્મદિવસ માટે વ્યક્તિગત વોટ્સએપ સ્ટીકર બનાવવા ઈચ્છો છો તો આપેલા પગલાંને અનુસરો.

  • સૌથી પહેલા વોટ્સએપ વેબ ખોલો અને ત્યારબાદ ચેટ વિન્ડો પર જાવ. અહીં Attachments પર ટેપ કરો અને સ્ટીકર પસંદ કરો.
  • ફાઇલ explorer ઓપન હશે. હવે તમે વોટ્સએપ સ્ટીકરમાં કન્વર્ટ કરવા માંગો છો તે ઇમેજ પસંદ કરો.
  • તમે corners ને એડજસ્ટ કરી શકો છો, ઇમેજને ક્રોપ કરી શકો છો અને ટેક્સ્ટ અને ઇમોજી ઉમેરી શકો છો અને સ્ટીકરમાં બદલી શકો છો. ત્યારબાદ Arrow પર ટેપ કરો અને Send કરો.
WhatsApp

અહીં નોંધવા જેવી બાબત એ છે કે, આ સ્ટીકર બનાવવાની સુવિધા વોટ્સએપ એપ્લિકેશનના એન્ડ્રોઇડ અને આઇઓએસ વપરાશકર્તાઓ માટે આવી નથી અને તે વપરાશકર્તાઓ માટે ખૂબ જ ઉપયોગી થશે જે સામાન્ય રીતે ડેસ્કટોપ પરથી મેસેજ કરે છે. તે પોતાના કામ સાથે અન્ય લોકોની વાતચીતમા પણ એક્ટિવ રહી શકે છે.

Read Also

Related posts

કડાકો/ ક્રીપ્ટોમાં અધધ કરોડ સાફ, ટોચની 100 કરન્સીમાંથી 94માં સાત દિવસથી સતત ઘટાડો

Damini Patel

કોરોના મહામારી વકરતા ચૂંટણી પંચનો નિર્ણય, પ્રતિબંધો લંબાવાયા; ઘરે ઘરે પ્રચાર માટેની સંખ્યા ઘટી

Damini Patel

આરોગ્ય અધિકારીઓએ આપી ચેતવણી, ઘનિષ્ઠ વસ્તીવાળા વિભાગોમાં ઝડપભેર ફેલાશે કોરોના મહામારીનો વ્યાપ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!